અભિનેતા
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f1/Atkinson_Rowan.jpg/220px-Atkinson_Rowan.jpg)
અભિનેતા (સ્ત્રી: અભિનેત્રી) એટલે એવો કલાકાર જે ફિલ્મ અથવા નાટકમાં કોઈ પાત્રને દર્શકો સમક્ષ જીવંત કરે છે. અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે. તે પોતાને સોંપવામાં આવેલી ભુમિકાને યોગ્ય મંચ (ફિલ્મ, નાટક, રેડિયો) દ્વારા દર્શકનું મનોરંજન કરે છે અથવા માહિતી પહોંચાડે છે. અભિનયની કળા અને જ્ઞાન અભિનેતાના કૌશલ્યનું પ્રદર્શન કરે છે.