આલ્કોહોલ


રસાયણ શાસ્ત્રમાં, આલ્કોહોલ એ હાઈડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ છે. આલ્કોહોલ સંયોજનોમાં ઑક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે એકાકી બંધથી જોડાયેલ હોય છે. આ ઑક્સિજન પરમાણુ તેની બીજી સંયોજકતા દ્વારા હાઈડ્રોજન સાથે જોડાઈને હાઈડ્રૉક્સિલ સમૂહ (-OH) બનાવે છે. આ હાઈડ્રૉક્સિલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે. આલ્કોહોલ કુદરતી રીતે છોડવાઓમાં મળી આવે છે તેમજ સંશ્લેષણ દ્વારા ઈથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી મેળવી શકાય છે.[૨]
ઝેરી અસરો

ઇથેનોલ એ તેના પાચક તત્વોને કારણે DNA પર સીધી અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે.
સંદર્ભો
- ↑ "alcohols". IUPAC Gold Book. મેળવેલ 16 December 2013.
- ↑ વશી, આઇ. જી. (2014). "આલ્કોહૉલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૪–૩૦૭. ISBN 978-93-83975-03-7.