ઉદયપુર જિલ્લો

ઉદયપુર જિલ્લો
રાજસ્થાનનો જિલ્લો
ઉપરથી, ડાબેથી જમણે: સીટી પેલેસ, જગદીશ મંદિર, સાસ-બહુ મંદિર, વાકળ નદી (કોટા)
રાજસ્થાનમાં ઉદયપુર જિલ્લાનું સ્થાન
રાજસ્થાનમાં ઉદયપુર જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (ઉદયપુર): 24°23′N 73°37′E / 24.383°N 73.617°E / 24.383; 73.617
દેશ ભારત
રાજ્યરાજસ્થાન
વિભાગઉદયપુર
મુખ્યમથકઉદયપુર
તાલુકાઓ૧. બડગાંવ ૨. ભિંડર ૩. ગિરવા ૪. ગોગુંડા ૫. ઝાડોલ ૬. કનોર ૭. ખેરવાડા ૮. કોટડા ૯. લસાડિયા ૧૦. માવલી ૧૧. ઋષભદેવ ૧૨. સાલુંબેર ૧૩. સેમારી ૧૪. સારદા ૧૫.વલ્લભનગર
સરકાર
 • લોક સભા મતવિસ્તારોઉદયપુર, ચિત્તોડગઢ
 • વિધાન સભા બેઠકો
વિસ્તાર
 • કુલ૧૧,૭૨૪ km2 (૪૫૨૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૦,૬૮,૪૨૦
 • ગીચતા૨૬૦/km2 (૬૮૦/sq mi)
 • શહેરી વિસ્તાર
૧૯.૮૩%
વસ્તી વિષયક
 • સાક્ષરતા61.82%[]
 • Sex ratio958
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH 8, 76
સરેરાશ વાર્ષિક વરસાદ૫૫૪ મીમી
વેબસાઇટudaipur.rajasthan.gov.in

ઉદયપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[] પૈકીનો એક જિલ્લો છે. ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક નગર ઉદયપુર શહેરમાં આવેલું છે. ઉદયપુર રાજસ્થાનના સાત વિભાગોમાંનું એક છે.

ઉદયપુર જિલ્લો અરવલ્લી પર્વતમાળાની ઉત્તર-પશ્ચિમે આવેલો છે, જેની બાજુમાં સિરોહી જિલ્લો અને પાલી જિલ્લો છે. તેની ઉત્તરે રાજસમન્દ જિલ્લો, પૂર્વે ચિત્તોડગઢ જિલ્લો, નૈઋત્યે વાંસવાડા જિલ્લો, દક્ષિણે ડુંગરપુર જિલ્લો અને અગ્નિ ખૂણે ગુજરાત આવેલા છે. ઉદયપુર જિલ્લો રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં આવેલો છે.

ભૂગોળ

આ જિલ્લો મોટાભાગે પર્વતીય ભુપૃષ્ઠ ધરાવે છે. જિલ્લાનો પશ્ચિમ ભાગ અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવતી અને દક્ષિણે વહીને ગુજરાતમાં જતી સાબરમતી નદીના કાંઠાનો પ્રદેશ ધરાવે છે. જિલ્લાનો ઉત્તર ભાગ બનાસ અને તેની અહાર નદીના મેદાનો ધરાવે છે, જે ઉદયપુર પાસેથી પસાર થાય છે. દક્ષિણ અને મધ્ય પ્રદેશમાં મહી, સોમ અને ગોમતી નદીઓ વહે છે. ઢેબર તળાવ અથવા જયસમંદ તળાવ, જે સંપૂર્ણ ભરેલું હોય ત્યારે 50 km2 (19 sq mi) વિસ્તાર આવરી લે છે, ૧૭મી સદીમાં રાજા જય સિંહ વડે ગોમતી નદી પર આરસના પથ્થરોનો બંધ બાંધીને બનાવેલું તળાવ છે.

અર્થતંત્ર

ઇ.સ. ૨૦૦૬માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૫૦ પછાત જિલ્લાઓમાં ઉદયપુરનો સમાવેશ કરાયો હતો.[] હાલમાં તે બેકવર્ડ રિજીયન્સ ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ આવતા રાજસ્થાનના ૧૨ જિલ્લાઓમાંનો એક છે.[]

ખનીજ સંપત્તિ

ઉદયપુર જિલ્લો ખનીજ સંપત્તિમાં સમૃદ્ધ છે. અહીંથી તાંબુ, સીસું, જસત અને ચાંદી જેવા ખનીજો મળી આવે છે. આ સિવાય અહીં ઔદ્યોગિક ખનીજો જેવાં કે ફોસ્ફેટ, એસ્બેસ્ટોસ, કેલ્સાઇટ, ચૂનાના પથ્થરો, બેરિટેસ, એમરલ્ડ અને આરસ વિપુલ માત્રામાં મળી આવે છે.[]

ઉપવિભાગો અને તાલુકાઓ

ઉદયપુર જિલ્લો ૮ ઉપવિભાગો ધરાવે છે: ગિરવા, ખેરવાડા, માવલી, વલ્લભનગર, કોટડા, ઝાડોલ, ઋષભદેવ અને સાલુંબેર. આ ઉપવિભાગો વધુ ૧૧ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા છે. ગિરવા ઉપવિભાગ ગિરવા અને ગોગુંડા તાલુકાઓ, ખેરવાડા ઉપવિભાગ ખેરવાડા અને ઋષભદેવ તાલુકાઓ ધરાવે છે. માવલી, વલ્લભનગર, કોટડા અને ઝાડોલ એજ નામના એક તાલુકા ધરાવે છે. સાલુંબેર ઉપવિભાગ લસાડિયા, સાલુંબેર અને સારદા તાલુકાઓનો સમાવેશ કરે છે.

વસ્તી

ઉદયપુર જિલ્લામાં ધર્મ આધારિત વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
93.53%
ઇસ્લામ
  
3.4%
જૈન
  
2.56%
ખ્રિસ્તી
  
0.24%
શીખ
  
0.14%
બૌદ્ધ
  
0.01%

ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉદયપુર જિલ્લાની વસ્તી ૩૦,૬૮,૪૨૦ હતી,[] જે ઓમાન દેશની વસ્તી[] અથવા યુ.એસ.એ.ના આયોવા રાજ્ય જેટલી છે.[] વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૧૧૮મો ક્રમ છે.[] જિલ્લામાં વસ્તી ગીચતા ૨૪૨ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.[] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર ૨૩.૬૬% રહ્યો હતો.[] ઉદયપુર જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૫૮ અને સાક્ષરતા ૬૨.૫૪% છે.[]

સંદર્ભ

  1. સંદર્ભ ક્ષતિ: <ref> ટેગ Census_2011_A નામ સાથે પૂર્વદર્શન થઇ શકશે નહી કારણકે તે હાલના વિભાગની બહાર વ્યાખ્યાયિત થયો છે અથવા વ્યાખ્યાયિત થયો જ નથી.
  2. "New district carved out in Rajasthan". The Hindu (અંગ્રેજીમાં). ૨૫ જાન્યુઆરી ૨૦૦૮. ISSN 0971-751X. મેળવેલ ૯ મે ૨૦૧૮.
  3. ૩.૦ ૩.૧ Ministry of Panchayati Raj (૮ સપ્ટેમ્બર ૨૦૦૯). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. મૂળ (PDF) માંથી 2012-04-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧.
  4. "Brief Industrial Profile of Udaipur District" (PDF). Dcmsme.gov.in. Government of India - Ministry of MSME. મૂળ (PDF) માંથી 2013-11-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Oman 3,027,959
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Iowa 3,046,355

બાહ્ય કડીઓ