ઉષ્મા (ચિહ્ન Q) એ પદાર્થમાં તેના તાપમાનને કારણે રહેલી ઉર્જા છે. ઉષ્માનો એકમ SI પદ્ધતિમાં જૂલ છે. જેમ્સ જૂલ નામના વિજ્ઞાાનીએ કાર્ય અને ઊર્જાના વચ્ચેના સંબંધ માટે સંશોધનો કરી આ એકમ નક્કી કર્યો હતો. રોજીંદા જીવનમાં કે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ નથી પરંતુ વિજ્ઞાાનીઓ માટે જૂલની ગણતરી મહત્ત્વની છે.