ઓમ બિરલા

ઓમ બિરલા
૧૭ મી લોકસભાના અધ્યક્ષ
પદ પર
Assumed office
૧૯ જૂન ૨૦૧૯
ડેપ્યુટી'ખાલી' '
પુરોગામીસુમિત્રા મહાજન
સંસદ સભ્ય, લોકસભા
પદ પર
Assumed office
૧૬ મે ૨૦૧૪
પુરોગામીઇજયરાજ સિંહ
બેઠકકોટા
રાજસ્થાન વિધાનસભાની સભ્ય
પદ પર
૮ ડિસેમ્બર ૨૦૦૩ – ૧૬ મે ૨૦૧૪
પુરોગામીશાંતિ ધારીવાલ
અનુગામીસંદીપ શર્મા
બેઠકકોટા દક્ષિણ
અંગત વિગતો
જન્મ (1962-11-23) 23 November 1962 (ઉંમર 62)
કોટા, રાજસ્થાન, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીડૉ. અમિતા બિરલા
સંતાનો
નિવાસસ્થાન૨૦ અકબર રોડ, નવી દિલ્હી (સત્તાવાર / પ્રાથમિક)
કોટા, રાજસ્થાન
માતૃ શિક્ષણસંસ્થાસરકારી કૉમર્સ કોલેજ, કોટા
મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી
વ્યવસાયરાજકારણી, પરોપકારવાદી
ધર્મહિન્દુ ધર્મ

ઓમ બિરલા (જન્મ ૨૩ નવેમ્બર ૧૯૬૨)[] ભારતીય રાજકારણી, કૃષિવિદ્ અને સામાજિક કાર્યકર છે, જેઓ ૧૭મી અને વર્તમાન લોક સભાના અધ્યક્ષ છે. તેઓ રાજસ્થાનના કોટા-બુંદી મતવિસ્તાર માટે સંસદસભ્ય[] તરીકે ફરજ બજાવે છે. સાંસદ બન્યા પહેલા તેઓ ત્રણ વખત રાજસ્થાનની વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

પ્રારંભિક જીવન

ઓમ બિરલાનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૬૨ના રોજ શ્રીકૃષ્ણ બિરલા અને શકુંતલા દેવીને ત્યાં મારવાડી હિન્દુ મહેશ્વરી પરિવારમાં થયો હતો. તેમણે સરકારી કોમર્સ કોલેજ, કોટા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી, અજમેરમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૯૧માં અમિતા બિરલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ આકાંશા અને અંજલિ છે.[]

રાજકીય કારકિર્દી

વિધાનસભા

ઓમ બિરલાએ ૨૦૦૩ માં કોટા દક્ષિણથી લડતા પ્રથમ વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસ તરફથી શાંતિ ધારીવાલને ૧૦,૧૦૧ મતોના તફાવતથી હરાવ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં, તેમણે ૨૦૦૮ માં કોંગ્રેસ તરફથી તેમના નજીકના ઉમેદવાર રામ કિશન વર્મા સામે ૨૪,૩૦૦ મતોના આરામદાયક અંતરથી તેમની બેઠકનો બચાવ કર્યો હતો. સંસદસભ્ય બનતા પહેલા, તેઓ પંકજ મહેતા (કોંગ્રેસ) સામે ત્રીજી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩ માં લગભગ ૫૦,૦૦૦ મતોથી જીત્યા હતા. વર્ષ ૨૦૦૩-૦૮માં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા હતા.

સંસદ સભ્ય

કોટા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઓમ બિરલા ૧૬મી અને ૧૭મી લોકસભામાં ચૂંટાયા હતા. ૧૬મી લોકસભામાં તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય માટે ઊર્જા અને સલાહકાર સમિતિના સ્થાયી સમિતિના સભ્ય હતા. ૧૭મીલોક સભાના સ્પીકર પદ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.[]

લોકસભાના સ્પીકર

૧૯ જૂન ૨૦૧૯ના રોજ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી પ્રસ્તાવ બાદ ઓમ બિરલાને ૧૭મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

પદ

  • જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચા, કોટા. (૧૯૮૭–૯૧)[]
  • પ્રદેશ અધ્યક્ષ, ભારતીય જનતા યુવા મોરચા, રાજસ્થાન રાજ્ય. (૧૯૯૧–૧૯૯૭)
  • રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારતીય જનતા યુવા મોરચા. (૧૯૯૭–૨૦૦૩)
  • વાઇસ ચેરમેન, નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ.
  • અધ્યક્ષ, CONFED (કોન્ફેડ), જયપુર. (જૂન ૧૯૯૨ થી જૂન ૧૯૯૫)
  • લોકસભા અધ્યક્ષ, (૧૯ જૂન, ૨૦૧૯થી)

સંદર્ભ

બાહ્ય કડીઓ

Political offices
પુરોગામી લોકસભાના અધ્યક્ષ
૨૦૧૯–
અનુગામી
પદાધીન