કડી

કડી
—  નગર  —
કડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°18′03″N 72°19′56″E / 23.30088°N 72.33218°E / 23.30088; 72.33218
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૮૧,૪૦૪ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 56 metres (184 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૨૭૧૫
    • ફોન કોડ • +૯૧ ૨૭૬૪
    વાહન • GJ-02

કડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું એક નગર છે, જે તાલુકા કડી તાલુકાનું મુખ્ય મથક પણ છે. કડીને સોનાની દડી પણ કહેવામાં આવે છે.

ઇતિહાસ અને માન્યતાઓ/દંતકથાઓ

કડી પ્રાંત સલ્તનતકાળથી “કિલ્લેકડી” તરીકે અસ્‍તિત્વમાં હતો. ગાયકવાડોએ તેમનું રાજય વડોદરામાં સ્થાપ્યુ ત્યારે ઉત્તર ગુજરાતમાં વહીવટ માટે રાજધાનીની પસંદગી પાટણ ઉપર ઉતારી. આ સ્થળ તેમને દૂર પડતુ હતું, તેથી તેઓએ ઉત્તર પ્રાંતના પ્રાચીન શહેર કડીને વડુ મથક બનાવ્યુ હતું.

યવતેશ્વર મહાદેવનું મંદિર

યવતેશ્વર મહાદેવ મંદિર આશરે ૮૦૦ વર્ષ કરતા પણ વધારે જુનું હોવાની માન્યતા છે. આ મંદિરની રચના બાબતે એક ક્થા પ્રચલિત છે.

મહારાજા ખંડેરાવ શિવજીની પુજા સિવાય પાણી ગ્રહણ કરતા ન હ્તા. અલદેસણ પાસે આવેલા દુધેશ્વર મહાદેવે તેઓ નિત્ય પુજા કરવા જતા. અમરેલી પ્રાન્ત જયારે ગાય઼કવાડના તાબા હેઠડ હતો ત્યારે અમરેલીથી આવતા રાત્રે અધારુ થઇ ગયુ અને શિવજીની પુજા નિયમ પ્રમાણે ન થઇ શકી, છતાં પુજા માટે ગાયકવાડ અલદેસણ આવી પહોચ્યા. અહી ગયા પછી કડીમા શિવમંદિર બાંધવાનો તેમણે સકલ્પ કર્યો. રાત્રે શિવજીએ સ્વપ્નમા આવીને કહ્યું કે "દુધેશ્વર મહાદેવથી પૂર્વ તરફ પહોંચજે. ત્યાંથી તને શિવલીંગ મળશે." બીજા દિવસે ખંડેરાવ મહારાજાએ રસાલા સાથે પૂર્વ તરફ વિજાપુરના રસ્તે પ્રયાણ કર્યુ આગળ જ્તા વિજાપુર નજીકથી કુદરતી રચનાવાળુ શિવલીંગ જવના ખેતરમાથી મળી આવ્યુ. જવને સંસ્કૃતમાં યવ કહે છે. તેથી યવ ઉપરથી આ મહાદેવનુ નામ યવતેશ્વર પડયુ.

મેલડી માતા મંદિર

રાજા મલ્હારરાવના મહેલના સાતમા માળે મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના બાબતે એક કથા પ્રચલીત છે. કડી અને તેની આજુ બાજુના ગામડાંમાં અંધશ્રદ્ધાનો ખૂબ વ્યાપ હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વો મેલડી માતાના ભૂવા બનીને લોકોને છેતરીને તેમની પાસે રહેલું ધન પડાવતા હતા. પ્રજાના આ રંજાડ સામે નકલી ભૂવાઓને પકડવા માટે રાજાએ માણમાં તુંબડાં ઉગાડાવ્યા. જ્યારે તુંબડાં મોટા થયાં ત્યારે માણ મંગાવીને રાજાએ બધા ભૂવાઓને પકડીને મહેલ પર ભેગા કર્યા અને નકલી ભૂવાઓને પકડવા માણ ન તુટે તે રીતે તુંબડું બહાર કાઢવાનો આદેશ કર્યો. આ કામ ન કરી શક્તા રાજા બધા ભૂવાઓને કોરડાં મરાવી કોટડીમાં પુરવા લાગ્યો જેમાં કેટલાંક સાચાં ભક્તોને પણ સજા થવા લાગી. અચાનક એક દુબળી પાતળી દેવીપુજક(વાઘરી) બાઈ ધૂણતી ધૂણતી મહેલમાં પ્રવેશી. તેના હાકોટાથી આખો મહેલ ધ્રુજવા લાગ્યો અને જોત જોતામાં જ તેણે એક ઝાટકે માણમાંથી તુંબડું બહાર કાઢી નાખ્યું. માતાજીનો આ પરચો જોઈને રાજા માતાજીના ચરણોમાં ઢળી પડ્યો અને મહેલના સૌથી ઊંચા સ્થાને માતાજીની સ્થાપના કરી.

રાજા મલ્હારરાવ

રાજા મલ્હારરાવ તેની પ્રજાવત્સલ ભાવના અને ન્યાયપ્રીયતા માટે પ્રસિદ્ધ હતો. એક વાયકા પ્રમાણે, રાજ્યમાં એક ભરવાડ અને તેની પત્ની દૂધમાં પાણી ઉમેરતા પકડાઇ ગયા. તેમના આ દુષ્કર્મની જાણ થતા જ પોતાની પ્રજા સાથે છેતરપીંડી કરવા બદલ રાજાએ બન્નેને જીવતા ચણી દેવાની સજા કરી હતી કે જેથી અન્ય કોઇ વ્યક્તિ આ પ્રકારનો ગુનો ન કરે. આજે પણ જ્યાં આ દંપતિને સજા કરવામાં આવી હતી તે જગ્યાના અવશેષો યથાવત છે.

છબીઓ

આ પણ જુઓ

સંદર્ભ

  1. "Kadi Population Census 2011". મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ