કૃષિવિજ્ઞાન

મક્કાઇના પાક (ફસલ)ની વૃદ્ધિ અંકિત કરતા એક કૃષિ વૈજ્ઞાનિક

કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરેને સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.

આ ક્ષેત્રમાં નિમ્નલિખિત બાબતો પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-

  • ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
  • ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
  • પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન (જેમ કે ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંરક્ષણ અને પેકેજિંગ)
  • વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
  • સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
  • ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે, જે વિશ્વના સર્વાધિક ગરીબ લોકોનું ભરણ-પોષણ કરે છે. આ પરંપરાગત પદ્વતિઓ ખુબ જ રુચિકર છે કેમ કે કેટલીક વાર આ ઔદ્યોગિક કૃષિને બદલે વધારે પ્રાકૃતિક પરિસ્થિતિની વ્યવસ્થા સાથે સંકલનનું સ્તર કાયમ રાખે છે, કે જે કેટલીક આધુનિક કૃષિ પ્રણાલીઓની અપેક્ષામાં વધારે દીર્ઘકાલિન હોય છે.

બાહ્ય કડીઓ