કેદારનાથ જ્યોતિર્લિંગ
કેદારનાથ જ્યોતિર્લિંગ | |
---|---|
કેદારનાથ ધામ | |
કેદારનાથ જ્યોતિર્લિંગ ધામ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | રુદ્રપ્રયાગ જિલ્લો |
દેવી-દેવતા | કેદારનાથ, શિવ |
સ્થાન | |
સ્થાન | કેદારનાથ |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°44′6.7″N 79°4′0.9″E / 30.735194°N 79.066917°E |
કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.[૧]જેટલા અંતરે આવેલું છે.
ઇ.સ. ૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.
-
કેદારનાથ મંદિર, ૧૮૮૦ના દાયકામાં
-
કેદારનાથ મંદિર
-
કેદારનાથ મંદિર - રાત્રિનો દેખાવ
-
કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
-
કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
-
કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
સંદર્ભ
- ↑ "કેદારનાથ જ્યોતિર્લિંગ". મૂળ માંથી 2016-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.