ગાંધી-ઇરવિન કરાર
ગાંધી-ઇરવિન કરાર એ લંડનમાં બીજી ગોળમેજી પરિષદ પહેલાં, ૫ માર્ચ ૧૯૩૧ના રોજ મહાત્મા ગાંધી અને ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલી રાજકીય સમજૂતી હતી.[૧]
કરારની પ્રાસ્તાવિક શરતો આ પ્રમાણે હતી:
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધના અહિંસક પ્રતિરોધને સ્થગિત કરવો.
- તટીય ક્ષેત્રોમાં મીઠાના ઉત્પાદનની મંજૂરી આપવી.
- મીઠા પરનો કર દૂર કરવો, જેનાથી ભારતીયો કાયદેસર રીતે અને તેમના પોતાના ખાનગી ઉપયોગ માટે મીઠું ઉત્પન્ન કરી શકે, વેપાર કરી શકે અને વેચી શકે.
- દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ધરપકડ કરાયેલા કેદીઓની મુક્તિ.
- હિંસા સાથે સંકળાયેલી વ્યક્તિઓ સિવાયના રાજકીય અપરાધો (રોલેટ એક્ટ) સંબંધિત તમામ કાર્યવાહી પાછી ખેંચી બધા જ રાજનૈતિક કેદીઓને મુક્ત કરવા.
- બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લેવો.
જવાબમાં મહારાણીની સરકાર નીચે પ્રમાણેની શરતો માટે સંમત થઈ હતી:
- તમામ વટહુકમો પાછા ખેંચી કાયદાકીય કાર્યવાહી સમાપ્ત કરવી.
- હિંસાના દોષિતો સિવાય તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા.
- દારૂ અને વિદેશી કાપડની દુકાનો સામે શાંતિપૂર્ણ ધરણા કરવાની પરવાનગી આપવી.
- સત્યાગ્રહીઓની જપ્ત કરેલી મિલકતોને પુનઃસ્થાપિત કરવી.
- તટીય ક્ષેત્રોમાં મીઠાના ઉત્પાદનની મંજૂરી આપવી.
- કોંગ્રેસ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવો.
આ સમજૂતી એટલા માટે મહત્વપૂર્ણ હતી કારણ કે બ્રિટિશ સરકારે પહેલી વાર સમાનતાના સ્તર પર ભારતીયો સાથે સમજૂતી કરી હતી.
સંદર્ભ
- ↑ "Gandhi Irwin Pact Event List". Gandhi Heritage Portal. મૂળ માંથી 2014-09-16 પર સંગ્રહિત.