ગુરુવાર

ગુરુવારઅઠવાડિયાના સાત દિવસો પૈકીનો પાંચમા ક્રમે આવતો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. ગુરુવાર પહેલાંનો દિવસ બુધવાર તેમ જ ગુરુવાર પછીનો દિવસ શુક્રવાર હોય છે.

સંસ્કૃતમાં ગુરુવારને (गुरूवासरम) થી ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં "ગુરુ" નો અર્થ મોટું, વિશાળ તેવો થાય છે. શિક્ષણની પરિભાષામાં "ગુરુ" નો અર્થ શિક્ષક એવો થાય છે. આ વાર સૌથી મોટા ગ્રહ 'ગુરુ' સાથે સંબંધ ધરાવે છે.