થિમ્ફુ જિલ્લો
થિમ્ફુ જિલ્લો Thimphu Dzongkhag | |
---|---|
જિલ્લો | |
![]() થિમ્ફુ શહેર | |
![]() થિમ્ફુ જિલ્લો, ભુતાનના નકશામાં | |
દેશ | ![]() |
મુખ્યમથક | થિમ્ફુ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
થિમ્ફુ જિલ્લો ભૂતાનના ૨૦ જિલ્લાઓમાંથી એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક થિમ્ફુ છે અને વર્ષ ૧૯૬૪ પછી ભુતાનની રાજધાની પણ થિમ્ફુ શહેર ખાતે છે. થિમ્ફુ ભુતાન દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
ભાષા
આ જિલ્લાની મુખ્ય ભાષા ભુતાની છે, તેમ છતાં અન્ય ભાષાઓ પણ બોલાય છે.
વહીવટી વિભાગ
થિમ્ફુ જિલ્લાનું આઠ બ્લોક (ગેઓગ) અને એક શહેર થિમ્ફુમાં વિભાજન કરવામાં આવેલ છે. લિંગજહી ગેઓગ, નારો ગેઓગ અને સોઈ ગેઓગ લિંગજહી ઉપજિલ્લા સાથે સંલગ્ન છે. બાકીના બ્લોક જિલ્લા મથક સાથે જોડાયેલ છે.
- ચંગ ગેઓગ
- ડાગલા ગેઓગ
- જનયેખ ગેઓગ
- કવાંગ ગેઓગ
- લિંગજહી ગેઓગ
- મેવાંગ ગેઓગ
- નારો ગેઓગ
- સોઈ ગેઓગ
પર્યાવરણ
કવાંગ, લિંગજહી, નારો અને સોઈ તાલુકાઓ (સ્થાનિક ભાષામાં ગેઓગ) થિમ્ફુ જિલ્લાના ઉત્તર ભાગમાં સ્થિત થયેલ જિગ્મે દોર જી નેશનલ પાર્ક અંતર્ગત હોવાને કારણે પ્રદૂષણ-મુક્ત વિસ્તાર છે.[૧]
ચિત્ર-દર્શન
-
એચ. કે. બજાર, થિમ્ફુ
-
IMTRAT હોસ્પિટલ, થિમ્ફુ
સંદર્ભો
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-16.
બાહ્ય કડીઓ
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર થિમ્ફુ જિલ્લો સંબંધિત માધ્યમો છે.