નેધરલેંડનો રાષ્ટ્રધ્વજ

નેધરલેંડ
પ્રમાણમાપ૨:૩
રચનાલાલ, સફેદ અને વાદળી રંગના આડા પટ્ટા

નેધરલેંડનો રાષ્ટ્રધવજ એ ત્રિ-રંગી છે, જેમાં લાલ, સફેદ અને વાદળી રંગનો સમાવેશ થાય છે. ૧૫૭૨માં તે સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૯૩૭થી તે નેધરલેંડ અને નેધરલેંડ સામ્રાજ્યનો રાષ્ટ્ર ધ્વજ છે.

વર્ણન

નેધરલેંડનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો છે. આ રંગોમાં લાલ, સફેદ (સોનેરી) અને વાદળી (કોબાલ્ટ ભૂરો) રંગનો સમાવેશ થાય છે. ડચ રીપબ્લિકનો પ્રથમ શાસક વિલિયમ ધ ઓરેન્જ હતો, જેણે ડચ રાષ્ટ્રવાદીઓને ભેગા કર્યા અને સ્પેનથી સ્વતંત્રતા મેળવી હતી. તેના માનમાં પ્રથમ ડચ રાષ્ટ્રધ્વજ નારંગી, સફેદ અને વાદળી હતો. પરંતુ, ઓરેન્જ ડાઇ (રંગ) એ યોગ્ય હતી નહી અને બાદમાં લાલ બની જતી હતી. એટલે ૧૭મા સદીની મધ્યમાં લાલ રંગ અપનાવવામાં આવ્યો. ત્યારબાદ આ ધ્વજ તેમનો તેમ છે. પ્રથમ ક્રાંતિકારી ધ્વજ હોવાને કારણે તેની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી. ૧૮૦૦ની સાલ સુધી નારંગી અને લાલ એમ બંને રંગો વપરાતા હતા.