પાસ્તા

વિવિધ પ્રકારના 'પાસ્તા લુંગા'
વિવિધ પ્રકારના 'પાસ્તા ફ્રેસ્કા'

પાસ્તા એ એક જાતનો ખોરાક છે, જે કાંજી અને પાણી થી બનાવામાં આવે છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે.

પાસ્તા એ મોટા ભાગે સેવ જેવાં હોય છે. જે સામાન્ય રીતે સોસ સાથે, સુપ માં અને વઘારીને ખાવામાં આવે છે. પાસ્તાએ સામાન્ય રીતે ઘઉં કે ચોખાના લોટમાંથી  બનાવામાં આવે છે, પણ તે બીજા ઘણા પ્રકારના લોટમાં થી પણ બનાવી શકાય છે. પાસ્તામાં ઘણી વખત ઇંડુ પણ આવે છે. પાસ્તા એ વિવિધ પ્રકાર અને આકાર માં આવે છે.

લાંબા પાસ્તાને સેવ (નુડલ્સ) કહે છે. પાસ્તાને તેની જાડાઇ પ્રમાણે અલગ અલગ નામ હોય છે. છેડાથી વાંકાચૂકા પાસ્તાના નામ અલગ હોય છે.

નાના પાસ્તા ઘણા આકારના હોય છે, જેમના નામો પણ અલગ હોય છે. તેમનું નામ તેમના દેખાવ પરથી અપાય છે. દા.ત. "બો-ટાઇ" પાસ્તા.

બાહ્ય કડીઓ