પ્રશ્નચિહ્ન
? | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પ્રશ્નચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
૧. પ્રશ્નરૂપે પૂરેપૂરો વિચાર દર્શાવાતો હોય તો વાક્યને અંતે પ્રશ્નચિહ્ન મુકાય છે. જેમકે,[૧]
- સંપના અભાવે ભારતને શું ઓછું સહન કરવું પડ્યું છે ?
૨. મિશ્રવાક્યમાં આ ચિહ્ન મૂકતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:
- મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પ્રશ્નચિહ્ન વાપરવું જ. જેમકે,
- કોણ કહે છે કે તે પ્રમાણિક નથી ?
- ગૌણવાક્યમાં પ્રશ્ન હોય પરંતુ તે વાક્યને અંતે આવ્યું હોય તો પણ પ્રશ્નચિહ્ન મૂકવું. જેમકે,
- તે બોલ્યો, તમે અમદાવાદથી ક્યારે પાછા ફરશો ?
- ગૌણવાક્યમાં પ્રશ્ન હોય અને તે વાક્યની શરૂઆતમાં આવ્યું હોય તો પ્રશ્નચિહ્ન મુકાતું નથી. જેમકે,
- તમે અમદાવાદથી ક્યારે પાછા ફરશો એમ તેણે પૂછ્યું.
૩. આજ્ઞાના સ્વરૂપમાં પ્રશ્ન હોય તો પ્રશ્નચિહ્ન મુકાતું નથી, પણ પૂર્ણવિરામ જ મુકાય છે. જેમકે,
- ફ્રાન્સની રાજધાની કહો.
- નામના પ્રકાર ગણાવો.
સંદર્ભો
- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૬.