બર્મુડા ત્રિકોણ

બર્મ્યુડા ત્રિકોણને ડેવિલ્સ(રાક્ષસી) ત્રિકોણ પણ કહેવામાં આવે છે. આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરની ઈશાન દિશા તરફ આવેલો છે જ્યાં કેટલાય વિમાનો અને વહાણો લાપતા બન્યા છે. કેટલાક લોકો દાવો કરે છે કે લાપતા થવાનું કારણ માનવીય ભૂલ, સાધનોની ખામી કે પછી કુદરતી હોનારત સિવાયનું છે, જે માનવીય હસ્તક્ષેપથી પર છે. આ ઘટનાઓ બનવા પાછળ સામાન્ય રીતે પેરાનોર્મલ (માનવીય તપાસની કક્ષા બહારનું), ભૌતિક વિજ્ઞાનના નિયમોથી પર અથવા રગ્રહવાસીઓની પ્રવૃતિઓને જવાબદાર માનવામાં આવે છે. []આ ત્રિકોણને લગતું ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, બનાવો બન્યા બાદ પાછળના લેખકોએ ઘણી બધી વાતો મરીમસાલા ભભરાવીને કરી છે, તેમજ ઘણી બધી સરકારી એજન્સીઓએ રેકોર્ડ તપાસ્યા બાદ કહ્યું છે કે મહાસાગરના વિસ્તારમાં અન્ય જગ્યાઓએ લાપતા થવાની બનતી ઘટના જેવી જ આ ઘટનાઓ છે. આ ઘટનાઓ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે તે ઘણી બધી તપાસો કરવા છતાં ઉકેલી શકાયો નથી. [][][]

ત્રિકોણનો વિસ્તાર

thumb|લેખકો મુજબ ત્રિકોણનો વિસ્તાર

આ ત્રિકોણનો વિસ્તાર લેખકોના મત મુજબ અલગ અલગ છે. કેટલાકના કહેવા મુજબ આ ત્રિકોણનો વિસ્તાર ચતુષ્કોણીય છે જે ફ્લોરિડાની સમુદ્વધૂની, બાહમાસ અને સમગ્ર કેરેબિયન ટાપુઓના વિસ્તારને તેમજ એટલાન્ટિકના પુર્વ વિભાગના એઝોરેસને આવરી લે છે, તો કેટલાક આ વિસ્તારને મેક્સિકોના અખાત સુધી લંબાવે છે. પરંતુ સૌથી વધુ સુપરિચિત અને લખાણોમાં આવેલી સરહદમાં એટલાન્ટિકના ફ્લોરિડાકાંઠો, સાન જુએન, પુર્ટો રીકો, અને મધ્ય એટલાન્ટિકના ટાપુઓ બર્મુડાનો સમાવેશ થાય છે. મોટાભાગના બનાવો બાહમાસની દક્ષિણ બાજુ અને ફ્લોરિડાની સમુદ્વધૂની વિસ્તારમાં થયા છે.


આ વિસ્તારમાં વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ વાહન વ્યવહાર થાય છે, આ વિસ્તારમાંથી દરરોજ કેટલાય વહાણો અમેરિકા, યુરોપ અને કેરેબિયન ટાપુઓના બંદરો પર જાય છે. ક્રુઝ શીપની પણ સારી એવી સંખ્યા છે, તેમજ મોજમજા માટેના વહાણો ફ્લોરિડા અને અન્ય ટાપુઓ વચ્ચે હેરફેર કરે છે. તો વહાણોની સાથે સાથે ઉત્તર તરફથી આવતા વિમાનોની પણ આ રુટ પર સારી એવી સંખ્યા છે. જેમાં વ્યવસાયીક અને ખાનગી વિમાનો ફ્લોરિડા, કેરેબિયન અને દક્ષિણ અમેરિકા સુધી આવે છે.

ત્રિકોણની કથાનો ઇતિહાસ

ઉત્પત્તિ

ત્રિકોણની કથા આરંભતો હોય તેવો પહેલો લેખ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ ઍસોસિએટેડ પ્રેસના માધ્યમ દ્વારા ઈ. વી. ડબલ્યુ જોન્સ દ્વારા એક અખબારમાં લખવામાં આવ્યો હતો. []બે વર્ષ બાદ, ફેટ મેગેઝિનમાં જયોર્જ એક્સ સેન્ડ નામના લેખકે લખેલો “સી મિસ્ટ્રી એટ અવર બેક ડોર”(Sea Mystery At Our Back Door) []નામનો લેખ છપાયો હતો. આ લેખમાં લેખકે એવા ઘણા બધા વિમાનો અને વહાણોની યાદી આપી જેઓ એકાએક ગુમ થયા હતા આ યાદીમાં ફ્લાઈટ ૧૯ તરીકે ઓળખાતી, તાલિમી ઉડાન દરમિયાન ગુમ થયેલી અમેરિકન નૌકાદળના પાંચની ટુકડી એવા ટીબીએમ એવેન્જર (TBM Avenger બોમ્બર વિમાનોનો સમાવેશ થતો હતો. સેન્ડના લેખ દ્વારા અત્યારે સુપરિચિત એવા ત્રિકોણનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ફ્લાઈટ ૧૯ને અમેરિકન લીજન નામના મેગેઝિનના ૧૯૬૨ના અંકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. []એ લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટ લીડરને એવું કહેતો સાંભળવામાં આવ્યો હતો કે, “અમેgreenપાણીમાં પ્રવેશી રહ્યા છે અહીં કશું જ સારું જણાતું નથી.અમને જાણ નથી અમે ક્યાં છીએ, અહીં પાણી લીલું છે સફેદ નહીં.” અહીં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નૌકાદળ દ્વારા તપાસ માટે રચાયેલા બોર્ડને એક અધિકારીએ એવું કહ્યું હતું કે “વિમાનને મંગળ ગ્રહ પણ લઈ જવામાં આવ્યુ હશે” આ પહેલો એવો લેખ હતો જે ફ્લાઈટ ૧૯ને અલૌકિક શક્તિ સાથે જોડતો હતો, પરંતુ અન્ય એક લેખક વિન્સેટ ગાડીસે ૧૯૬૪માં એરગોસી(Argosy) મેગેઝિનના ફ્રેબ્રુઆરી મહિના અંકમાં ફ્લાઈટ ૧૯ લાપતા થવા અંગે લેખ લખ્યો. આ વખતે તેણે લેખનું મથાળું આપ્યુ “ ધ ડેડલી બર્મ્યુડા ટ્રાયેંગલ (The Deadly Bermuda Triangle)[].” આ લેખના એક વર્ષ બાદ લેખકે ઘટનાને વધુ વિસ્તારપૂર્વક રજૂ કરતું પૂસ્તક ‘અદ્રશ્ય ક્ષિતિજ’ (Invisible Horizons) લખ્યું.[]આ બાદ અન્ય લેખકોએ પોતાના સંશોધનો રજૂ કર્યાઃ જ્હોન વાલેસ સ્પેન્સર (લિમ્બો ઓફ ધ લોસ્ટ, ૧૯૬૯, પૂનઃમૂદ્રણ ૧૯૭૩)[૧૦]; ચાર્લ્સ બેર્લિટ્ઝ (ધ બર્મુડા ટ્રાયેંગલ(Bermuda Triangle), ૧૯૭૪)[૧૧]; રીચાર્ડ વિનેર (ધ ડેવિલ્સ ટ્રાયેંગલ(The Devil's Triangle), ૧૯૭૪) [૧૨], અને અન્ય ઘણા, એકકેર્ટ દ્વારા વણી લેવામાં આવેલી અલૌકિક તાકતોની વાત તેમના પુસ્તકમાં કરી હતી. [૧૩]

કુશેનું સંશોધન

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના રીસર્ચ લાયબ્રેરીયન અને ધ બર્મ્યુડા ટ્રાયેંગલ મિસ્ટ્રીઃ સૉલ્વડ(The Bermuda Triangle Mystery: Solved)(૧૯૭૫)[૧૪]ના લેખક એવા લોરેન્સ ડેવિડ કુશેએ આ વલણને પડકાર્યું. કુશેના સંશોધનમાં બેર્લિટ્ઝના કામમાં, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનમાં, સહભાગીઓ અને પ્રાથમિક બનાવોમાં સંકળાયેલા લોકોની બાબતે અચોક્કસતા અને વિસંગતતાઓ બહાર આવી હતી. તેણે એવા પણ કેટલાક કેસો નોંધ્યા જેમાં પ્રસ્તુત કરવામાં આવેલી માહિતી નોંધાઈ ન હતી, જેમ કે યૉટ્સ્મન ડોનાલ્ડ ક્રાઉહુર્ટના લાપતા થવા અંગે. બેર્લિટ્ઝે આ ઘટનાને પાક્કા પૂરાવા હોવા છતાં વિપરીત રીતે રહસ્યમય દર્શાવાઈ હતી અન્ય એક ઉદાહરણમાં બેર્લિટ્ઝે એક વહાણનું આપ્યું છે જે ત્રણ દિવસ સુધી એટલાન્ટિક બંદર ખાતે ત્રણ દિવસ સુધી લાપતા રહ્યુ હતું, આજ નામનું એક વહાણ તેના બંદરથી દુર પેસિફિક મહાસાગરમાં પણ ત્રણ દિવસ સુધી ગુમ રહ્યાની નોંધ હતી.કુશેએ દલીલ કરી હતી કે આ ટ્રાયેંગલને રહસ્યમય બનાવતા જે બનાવોની વાતો કરવામાં આવી છે તેમાના મોટાભાગના બનાવો આ વિસ્તારની બહાર બન્યા છે. આશ્ચર્યજનક રીતે આ સંશોધન સરળ બતાવવામાં આવ્યું છે, તેણે જે તે સમયના અખબારોની તપાસ કરી અને બનાવના દિવસના હવામાન અહેવાલને જોયા જે અન્ય લેખકોએ પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો ન હતા.

કુશે અંતિમ નિર્ણય પર આવ્યોઃ

  • આ વિસ્તારમાં ગુમ થયેલા કહેવાતા વહાણો અને વિમાનોની સંખ્યા મહાસાગરમાં બનતી અન્ય ઘટનાઓની સરખામણીમાં એટલી મોટી નથી.
  • જે વિસ્તારોમાં આ વહાણો અને વિમાનો લાપત્તા બન્યા છે તે વિસ્તારોમાં ટ્રોપિકલ સ્ટ્રોમ (ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં)ની સંખ્યા ઘણી છે. બેર્લિટ્ઝ સહીતના અન્ય લેખકોએ ટ્રોપિકલ સ્ટ્રોમ અંગેનો ઉલ્લેખ કર્યો નથી.
  • અકસ્માતોની સંખ્યા ઢંગધડા વગરના સંશોધનને કારણે અતિશયોકિત ભરેલી છે. બોટ ગુમ થયાની નોંધ હોય છે પરંતુ જ્યારે તે બોટ બંદર પર પરત ફરે છે ત્યારે તેની કોઈ નોંધ કરવામાં આવતી નથી.
  • કેટલાક લાપત્તા બન્યાના બનાવો ખરેખર તો બન્યા જ ન હતા.ફ્લોરીડાના ડેટોના બીચ પર ૧૯૩૭માં એક વિમાન અકસ્માતગ્રસ્ત થયાનું કેટલાય લોકોની સમક્ષ કહેવાયું છે, પરંતુ સ્થાનિક અખબારો તપાસતા તેમાં આ બનાવની નોંધ નથી.

કુશેના આખરી મત મુજબઃ

બર્મ્યુડા ત્રિકોણનું રહસ્ય, લેખકો કે જેઓ જાણીજોઈને કે અજાણપણે ગેરસમજનો, ખોટા કારણોનો અને સનસનાટી મચાવવાની લાલચનો ભોગ બન્યા છે, તેવા લેખકો અને લોકોએ બનાવ્યું છે.[૧૪]

વધુ પ્રતિભાવ

દરિયાઈ વીમો પૂરી પાડતી લંડનની લોયડ કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે બર્મ્યુડા ત્રિકોણ અન્ય મહાસાગરના અન્ય વિસ્તારોથી વધુ ભયાનક નથી. આ વિસ્તારમાથી પસાર થતા વહાણો માટેના વીમાના અસામાન્ય દર લાગુ કરવામાં આવશે નહીં.[સંદર્ભ આપો]

યુનાઈટેડ સ્ટેટ કોસ્ટ ગાર્ડના રેકોર્ડ પણ તેમના સારાંશની પુષ્ટી કરે છે. ખરેખર તો, જે વહાણો કે વિમાનો લાપત્તા થયાના અહેવાલો છે તે અહીંથી રોજીંદા ધોરણે પસાર થતા વાહણો અને વિમાનોની સંખ્યાની સરખામણીમાં એકદમ ક્ષુલ્લક છે.[સંદર્ભ આપો]

તટ રક્ષક દળો પણ આ ત્રિકોણને લઈને સત્તાવાર રીતે શંકાસ્પદ છે, તેમની તપાસ દરમિયાન કશું જ એકત્ર કરવામાં આવ્યું નથી કે પછી પ્રકાશિત પણ કરવામાં આવ્યું નથી. ઘણા બધા બનાવો કે જે ત્રિકોણના લેખકોએ લખ્યા છે તેના દસ્તાવેજો તપાસતા વિરોધાભાસી સાબિત થાય છે. આવો જ એક બનાવ ૧૯૭૨માં બન્યાની નોંધ છે જેમાં "વી. એ. ફોગ" નામના ટેન્કરમાં મેક્સિકોના અખાતમાં વિસ્ફોટ થયો હતો અને ડુબી ગયું હતું. તટ રક્ષક દળે તુટેલા જહાજના ફોટા પણ પાડ્યા હતા અને કેટલાય મૃતદેહો મળી આવ્યા હતા[૧૫], જ્યારે એક ટ્રાયેંગલ લેખકના દાવા મુજબ બધા જ મૃતદેહો લાપત્તા હતા માત્ર કેપ્ટનનો જ મૃતદેહ મળ્યો હતો, કેપ્ટન તેની કેબિનમાં કોફી પીતો હતો તે સ્થિતિમાં મૃતદેહ મળ્યાની નોંધ આ લેખકે કરી હતી.[૧૦]

ધ નોવા/હોરીઝોન એપિસોડ ધ કેસ ઓફ બર્મ્યુડા ટ્રાયેંગલ(૨૭-૦૬-૧૯૭૬) ઘણો જ ટીકાત્મક એપિસોડ હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે “ જ્યારે આપણે મુળ જગ્યાએ કે પછી સંકળાયેલા લોકો સુધી પહોંચીએ છીએ ત્યારે રહસ્ય અદ્રશ્ય થઈ જાય છે.આ ત્રિકોણ અંગેના પ્રશ્નોનો જવાબ આપવાની વિજ્ઞાને જરૃર નથી કારણ કે આ પ્રશ્નો પહેલા જ તબક્કે નક્કર નથી. ...આ ત્રિકોણમાં વહાણો અને વિમાનો એવી જ રીતે વર્તે છે જે રીતે વિશ્વમાં અન્ય સ્થળે વર્તે છે.”[૧૬]

ટીકાત્મક સંશોધકો, જેમ કે અર્નેસ્ટ ટાવેસ અને [૧૭]બેરી સિંગરે[૧૮] નોંધ કરી છે કે કેવી રીતે રહસ્ય અને પેરાનોર્મલ વાત લોકપ્રિય અને નફાકારક છે.આને કારણે બર્મ્યુડા ત્રિકોણ અંગેની વસ્તુઓમાં મોટપ્રમાણમાં વધારો થયો.તેમાંના કેટલીક પેરાનોર્મલ તરફી વસ્તુઓ ખોટી કે અચોક્કસ હતી પરંતુ તેના ઉત્પાદકો તેને સતત માર્કેટમાં ઠાલવી રહ્યા હતા.તદનુસાર, તેઓના દાવા મુજબ પુસ્તકો, ટીવી વિશેષ જેઓ ત્રિકોણના રહસ્યનું સમર્થન કરે છે તેના તરફ માર્કેટ પૂર્વગ્રહયુક્ત વર્તન કરે છે. જ્યારે ટીકાત્મક દ્રષ્ટિબિંદુ દ્વારા સંશોધિત કરાયેલી વસ્તુઓનો વિરોધ કરે છે.

છેલ્લે, જો આ ત્રિકોણ જમીન સુધી ફેલાતો હોય તો પુર્તો રીકો, બહામાસ અને કે પછી બર્મ્યુડા, જ્યાં કોઈ પણ વાહન કે વ્યકિતના લાપત્તા થયાના પુરાવા મળ્યા નથી.[સંદર્ભ આપો] આ ત્રિકોણની અંદર વસેલાં ફ્રિપોર્ટ શહેરમાં મોટું બંદર આવેલું છે તેમજ અહીંનું એરપોર્ટ વાર્ષિક ધોરણે ૫૦,૦૦૦ ઉડાનોનું સંચાલન કરે છે, તેમજ હજારો પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે.

અલૌકિક(કુદરતના કાયદાથી પર) ખુલાસા

આ અકસ્માતોને સમજાવવા માટે ત્રિકોણના લેખકોએ અલૌકિક ખ્યાલોનો સહારો લીધો છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે દરિયાની અંદર એટલાન્ટિસ (Atlantis) ખંડ ડુબેલો હોઈ શકે છે. કેટલીક વખત એટલાન્ટિસની કથાને દરિયામાં ડુબેલી બાહમાસના બિમિનિ (Bimini)ટાપુઓનાબિમિનિ રોડ (Bimini Road) સાથે જોડવામાં આવે છે. કેટલીક વ્યાખ્યામાં તે ત્રિકોણમાં આવી જાય છે. સાઈકિક એડગર સાયકી (Edgar Cayce)એ આગાહી પણ કરેલી કે 1968માં એટલાન્ટિસના મળેલા પૂરાવાઓને બિમિનિ રોડ (Bimini Road)ની શોધ તરીકે ઉલ્લેખ કરી શકાય છે. કેટલાક લોકો રચનાને રોડ, દિવાલ અને અન્ય માળખું ઘણે છે પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ એક કુદરતી રચના છે. [૧૯]

તો કેટલાક લેખકો પરગ્રહવાસી (UFO)ઓને પણ આ બનાવોમાં જોડે છે. [૨૦]મુળમાં આ ખ્યાલ તો જાણીતા ફિલ્મ સર્જક સ્ટીવન સ્પીલબર્ગે (Steven Spielberg)તેમની સાયન્સ ફિક્શન ફિલ્મ (science fiction film) ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડ (Close Encounters of the Third Kind)માં વાપરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ફ્લાઈટ 19નું પરગ્રહવાસીઓ અપહરણ કરી લઈ જાય છે તેવી કથા છે.

જાણીતા ભાષાશાસ્ત્રી અને વિલક્ષણ બાબતો અંગે વિવિધ પુસ્તકો લખનારના પૌત્ર એવા ચાર્લ્સ બેર્લિટ્ઝે (Charles Berlitz), તેમના પુસ્તકમાં અસમાન્ય ખુલાસા આપ્યા છે. તેમણે ત્રિકોણમાં વહાણો અને શીપ લાપત્તા થવા માટે સમજાવી શકાય નહીં તેવી શક્તિઓ જવાબદાર હોવાનું ઠેરવ્યું છે.[૧૧]

કુદરતી ખુલાસા

હોકાયંત્રની ભિન્નતાઓ

ઢાંચો:Unreferencedsection

ત્રિકોણમાં બનેલા ઘણા બનાવોમાં હોકાયંત્ર (Compass)માં આવેલી સમસ્યાનો હવાલો આપવામાં આવ્યો છે. તો ઘણા એવી પણ થિયરી રજૂ કરે છે કે આ વિસ્તારમાં કોઈ અદ્રશ્ય ચુંબકિય ક્ષેત્ર હોવું જોઈએ.અહીં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હોકાયંત્ર ચુંબકિય ધ્રુવ (Magnetic pole) સાથે સંબંધ ધરાવે છે, તે કુદરતી ચૂંબકીય ભિન્નતા (magnetic variation)ઓ પર આધારિત છે. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટે્ટ (United States)એક માત્ર એવું સ્થળ છે જ્યાં ચુંબકિય(હોકાયંત્ર) ઉત્તર (magnetic (compass) north)માં હોય છે અને ભૂગોળની રીતે (સાચુ) ઉત્તર (geographic (true) north) વિસ્કોસિન (Wisconsin)ની સમાનંતર થઈને મેક્સિકોના અખાત (Gulf of Mexico) સુધી છે. દિશાશોધકો સદીઓથી આ વાત જાણે છે.પરંતુ કદાચ લોકોને આ વસ્તુ ન ખબર હોય, જેથી તેઓ વિચારે છે કે આ ત્રિકોણમાં કંઈક રહસ્યમય હોવું જોઈએ જેથી હોકાયંત્ર દિશાભાન ભુલાવે છે. પરંતુ કુદરતી રીતે હોકાયંત્ર યોગ્ય જ છે.

વિનાશનો હેતૂપૂર્વક પ્રયાસ

ઢાંચો:Unreferencedsection

આને બે શ્રેણીમાં વિભાજીત કરી શકાયઃ યુદ્ધની હરકત અને ચાંચિયાગીરીબીજા વિશ્વયુદ્ધ (World Wars)માં સબમરીન કે વહાણો દ્વારા ડુબાડવામાં આવેલા જહાજો અંગેના દુશ્મનોની ફાઈલોના રેકોર્ડ અને લોગ બૂક તપાસવામાં આવ્યા, તેમજ જેઓ આ કક્ષામાં આવતા હતા તેવા શંકાસ્પદ કેસો પુરવાર થઈ શક્યા ન હતા.1918માં યુએસએસ સાયક્લોપ્સ અને તેના સાથી એવા બે જહાજો પ્રોટેસ અને નેરેઉસને બીજા વિશ્વયુદ્ધ (World War II)માં સબમરીન દ્વારા ડુબાડી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, પણ તે અંગે જર્મનોના રેકોર્ડમાં કોઈ માહિતી નથી.

હાલમાં પણ ચાંચિયાગીરી (Piracy) થઈ રહી છે. ચાંચિયાગીરી એટલે મધ દરિયે બળપૂવર્ક જહાજ કે નાની નૌકાનો કબ્જો લઈ લેવો.હિંદ મહાસાગર અને પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં ચાંચિયાગીરી સામાન્ય છે. ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો આનંદ માટેની બોટોનો સ્મગલીંગ માટે ઉપયોગ કરે છે. કેરેબિનયમાં યાટ્ અને તેના ચાલક દળો લાપત્તા થવા અંગે આ લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે. ઐતિહાસિક રીતે કેરેબિયનના(1560 થી 1760 સુધી ચાંચિયાગીરી સામાન્ય હતી ત્યારે) પ્રખ્યાત દરિયાઈ ચાંચિયાઓમાં એડવર્ડ ટીચ (બ્લેક બર્ડ (Blackbeard))અને જેન લેફિટે (Jean Lafitte)નો સમાવેશ થાય છે. ઘણી વખત કહેવાય છે કે લેફિટે પણ ત્રિકોણનો ભોગ બન્યો હશે.

ઉત્તરથી પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર તરફ જતા ગલ્ફના પ્રવાહની કલર તસ્વીર.(નાસા)

ગલ્ફના પ્રવાહો

ગલ્ફના પ્રવાહો (Gulf Stream) મેક્સિકોના અખાત (Gulf of Mexico)માંથી ઉત્પન થાય છે અને ફ્લોરિડાની સમુદ્રધુની (Straits of Florida)માંથી પસાર થઈ ને ઉત્તર એટલાન્ટિકમાં જાય છે. આને દરિયાની અંદરની એક નદી ગણી શકાય. નદીની જેમ તે પણ કેટલીક તરતી વસ્તુઓને ખેંચી જાય છે. તેની ઝડપ પણ ઘણી તીવ્ર હોય છે. 2.5 metres per second (5.6 mph)[૨૧]પાણીમાં ઉતરી શકે તેવું નાનકડું વિમાન કે પછી બોટના એન્જિનમાં સમસ્યા સર્જાઈ હોય ત્યારે તે જે જગ્યાએ સમસ્યા નડી હોય તેનાથી ઘણી વખત દૂર હોય છે. આવો જ બનાવ 22 ડિસેમ્બર 1967ના રોજ બન્યો હતો. જેમાં વિચક્રાફ્ટ નામમના ક્રુઝરમાં મીયામીના દરિયાકાંઠાના બોયાથી એક માઈલ દુર એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પરંતુ જ્યારે તટ રક્ષક દળ ત્યાં પહોંચ્યું ત્યારે આ ક્રુઝર તે જગ્યાએ હતું નહીં.

માનવીય ભૂલ

ઢાંચો:Unreferencedsection વહાણ કે વિમાન લાપત્તા થવા અંગે તપાસ અહેવાલોમાં બનાવ સૌથી વધુ ખુલાસા તરીકે માનવીય ભૂલ ગણાવાઈ છે. જાણી જોઈને કે પછી આકસ્મિક રીતે, માણસની ભૂલોને કારણે આપત્તિ આવે છે અને આ વાત બર્મુડા ત્રિકોણને પણ લાગુ પડે છે તેને અલગ ઘણી શકાય નહીં. દાખલા તરીકે, તટરક્ષક દળે 1972માં ટેન્કર વી.એ. ફોગના લાપત્તા થવા અંગે અસ્થિર એવા બેન્ઝિન (benzene)ને સાફ કરવાની યોગ્ય ટ્રેનિંગ ન અપાઈ હોવાનું કારણ આપ્યું હતું.તો માણસનું હઠિલાપણું પણ ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. બિઝનેશમેન હાર્વી કોનોવોર તેની યાટ્ રેવોનોકને ગુમાવી દીધી હતી કારણ કે તે 1 જાન્યુઆરી 1958ના રોજ દરિયાઈ તોફાનોની વચ્ચે નૌકાને દરિયામાં લઈ ગયો હતો. ઘણા સત્તાવાર રીપોર્ટોમાં જણાવ્યા મુજબ જહાજ કે વિમાનનો ભંગાર ન મળવાની અકસ્માતના કારણની તપાસ કરી શકાઈ નથી.

ચક્રવાત

ઢાંચો:Unreferencedsection દરિયામાં ઉદ્ભવતા ચક્રવાત (Hurricanes)ને કારણે કેટલાય લોકો જાન ગુમાવે છે તેમજ લાખો ડોલરનું નુકશાન થાય છે. ચક્રવાતને વહાણ ડબ્યું હોય તેવો પ્રથમ બનાવ 1502માં નોંધાયો હતો જેમાં સ્પેનના ફ્રાન્સિસ્કો ડી બોબાડિલા (Francisco de Bobadilla)નો જહાજી કાફલો ચક્રવાતને કારણે ડુબી ગયો હતો. ત્રિકોણમાં પણ ઘણી વખત ચક્રવાતને કારણે અકસ્માત બન્યાનું નોંધાયું છે.

મિથેન હાઈડ્રેટ

1996 મુજબ વિશ્વભરમાં દરિયામાં ગેસ હાઈડ્રેટનો વહેંચાયેલો અને અનુમાનિત જથ્થો.
સ્ત્રોતઃ યુએસજીએસ (USGS)

લાપત્તા થવા અંગે કેટલાક ખુલાસા આપવામાં આવ્યા છે તેમાં ખંડિય છાજલી (continental shelves) પર વિપુલ માત્રામાં મળતા મિથેન (methane) હાઈડ્રેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે પરપોટા પાણીની ઘનતામાં ઘટાડો કરીને એક આદર્શ જહાજને ડુબાડી શકે છે[૨૨], તેમજ તેના ભંગારને ઝડપથી જઈ રહેલા ગલ્ફના પ્રવાહો (Gulf Stream)દુર ખેંચીને લઈ જઈ શકે છે.એવું દ્રઢપણે માનવામાં આવે છે કે મિથેનનો વિસ્ફોટ (eruption)(ઘણી વખત તેને “કાદવનો જ્વાળામુખી (mud volcano)” કહેવાય છે) આ વિસ્તારના પાણીને ફિણવાળું પાણી બનાવી દે છે જે જહાજને પાણીમાં તરતું (buoyancy)રાખી શકતું નથી.આ કેસમાં જહાજની આસપાસ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે જેને કારણે જહાજને કોઈ ચેતવણી મળ્યા વગર ઝડપથી ડુબવા લાગે છે.

યુનાઈટેડ સ્ટે્ટ (United States)ની અગ્નિ દિશામાં આવેલા બ્લેક રીગ (Blake Ridge)વિસ્તારમાં મળી આવેલા હાઈડ્રેટ અંગે યુનાઈટેડ સ્ટે્ટ જિયોલોજીક સર્વે (United States Geological Survey)દ્વારા 1981માં સફેદ પેપર (white paper)પ્રકાશિત કરવામાં આવ્યું હતું. [૨૩]જો કે, યુએસજીએસના વેબ પેજીસ મુજબ 15000 વર્ષથી બર્મુડા ત્રિકોણમાં મોટાપ્રમાણમાં ગેસ હાઈડ્રેટ મુક્ત થયો હોત તેવી શક્યતા નથી.[૨૪]

રોગ વેવ

વિશ્વભરના મહાસાગરોમાં વિવિધ પ્રકારના રોગ વેવ (rogue waves)(જુઠ્ઠા, તોફાની મોજા) હોય છે જેને કારણે ઓઈલ પ્લેટફોર્મ તુટી પડે છે[૨૫] અને જહાજો ડુબી પણ શકે છે. [૨૬]આ પ્રકારના મોજાંઓને રહસ્યમય માનવામાં આવતા હતા, હમણા સુધી તેને કાલ્પનિક પણ માનવામાં આવતા હતા.[૨૭][૨૮]જો કે, વિમાન લાપત્તા થવા અંગે આ મોજાંઓને દોષી ગણવામાં આવતા નથી.

મહત્વના બનાવો

ફ્લાઈટ 19

અમેરિકન નૌકાદળની ટીબીએફ ગ્રુમન એવેન્જર ફ્લાઈટ, ફ્લાઈટ 19.ઘણા બધા ત્રિકોણના લેખકો દ્વારા આ તસ્વીર ફ્લાઈટ 19ને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. અમેરિકન નૌકાદળ

એટલાન્ટિકમાં ટ્રેનિંગ માટે ગયેલા ટીબીએમ એવેન્જર (TBM Avenger)બોમ્બર વિમાનોની ફ્લાઈટ 19 (Flight 19) નામની ટુકડી 5 ડિસેમ્બર 1945ના રોજ લાપત્તા બની હતી.ફલાઈટના રસ્તા મુજબ તેઓ પુર્વમાં 120 માઈલ દુર અને ઉત્તરમાં 73 માઈલ દુર જવાના હતા અને ત્યાર બાદ 120 માઈલનું અંતર કાપીને તેઓ નૌકા મથક પર પાછા ફરવાના હતા. પરંતુ તેઓ ક્યારેય પાછા ફર્યા નહીં.એવી વાત બહાર આવી હતી કે ફ્લાઈટમાં કંઈક અસામાન્ય બન્યું હતું. ફ્લાઈટના હોકાયંત્રો પણ કંઈક વિચિત્ર રીતે વર્તતા હતા. આ ફ્લાઈટને દોરવણી એક અનુભવી કેપ્ટન લેફ. ચાર્લ્સ કેરોલ ટેલર આપી રહ્યા હતા. નૌકાદળના રીપોર્ટ મુજબ આ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.તપાસમાં કાવત્રાંની શક્યતાઓ પણ તપાસવામાં આવી હતી.એવું માનવામાં આવે છે કે ટેલરની માતા તેના પુત્રની પ્રતિષ્ઠા બચાવવા માંગતી હતી, જેથી તેમણે રીઝન અનનોન“(કારણ જાણી શકાયું નથી) લખાવ્યું. ખરેખરમાં તો ટેલર જ્યાં હોવાનું મનાતો હતો તેનાથી 50 કીમી ઉત્તર પશ્ચિમમાં હતો. [૨૯]

રહસ્યને વધું ઉડો બનાવતો બનાવ ત્યાર બાદ તરત જ બન્યો જ્યારે 13 ક્રુ મેમ્બરો સહીતના મરિનર એરક્રાફ્ટ (Mariner aircraft)ને ગુમ થયેલા એવેન્જર વિમાનોની તપાસ માટે રવાના કરવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ મરિનર ક્યારેય પાછું આવ્યું નહીં.બાદમાં ફ્લોરિડાના કાંઠે આવેલા એક ટેન્કરે અહેવાલ આપ્યો હતો કે આકાશમાં એક વિસ્ફોટ થયો હતો. આજ સમયે અને એજ દિશામાં મરિનર પેટ્રોલિંગ કરી રહ્યાનું માનવામાં આવતું હતું.

આ કથાની ઘણી બધી બાબતો ચોક્કસ છે પરંતુ ઘણી મહત્વની માહિતીઓ મળી શકી નથી.આ અકસ્માત બાદ હવામાન તોફાની બની રહ્યું હતું. અને નૌકાદળના રીપોર્ટ અને ટેલર અને ફ્લાઈટ 19ના સાથી પાયલોટ સાથે થયેલી વાતચીતનો રેકોર્ડ તપાસતા ચુંબકિય સમસ્યા ન હોવાનું જણાય છે. [૨૯]ઉપરાંત, માત્ર ટેલરને જ ઉડાણનો યોગ્ય અનુભવ હતો, પરંતુ તે પણ દક્ષિણ ફ્લોરિડા વિસ્તાર સાથે સુપરિચિત ન હતો, તેમજ તેના દ્વારા ફ્લાઈટનો રૃટ ભૂલી જવાના પણ બનાવો નોંધાયા હતા.તેણે બીજા વિશ્વયુદ્ધ (World War II)માં ત્રણ વખત આ પ્રકારનું વર્તન ત્રણ વખત કર્યું હતું જેથી બે વખત તેનું પ્લેન દરિયામાં ખાબક્યું હતું.[સંદર્ભ આપો]

મેરી સેલેસ્ટે

1872માં 282 ટનના બ્રિંગટાઈન (brigantine) મેરી સેલેસ્ટે (Mary Celeste)જહાજના રહસ્યનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ખોટી રીતે ત્રિકોણ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આ જહાજને પોર્ટુગલ (Portugal)ના દરિયા કાંઠે ત્યજી દેવામાં આવ્યું હતું.શક્ય છે કે આ બનાવને કારણે મુંઝવણ ઉભી થઈ હોય કારણ કે આ જ નામનું એક જહાજ, 207 ટનનું મેરી સેલેસ્ટે પેટલ સ્ટિમર (paddle steamer)13 સપ્ટેમ્બર 1864માં દરિયાઈ ખડકની ટોચ (reef) સાથે અથડાયું હતું અને ઝડપથી બર્મુડાના કાંઠે ડુબી ગયું હતું. [૩૦][૩૧]કુશેએ નોંધ્યું છે કે આ અકસ્માત અંગેની ઘણી ‘હકિકતો’ લેખક આર્થર કોનન ડોયલે (Arthur Conan Doyle)ની ટૂંકી વાર્તા “જે હબાબુર્ક જેપ્સન સ્ટેટમેન્ટ (J. Habakuk Jephson's Statement)”(J. Habakuk Jephson's Statement, (આ વાર્તા સાચી મેરી સેલેસ્ટ ના બનાવ પર હતી પરંતુ તેમાં કેટલીક કલ્પનાઓ ઉમેરવામાં આવી હતી.)ના કલ્પિત જહાજ મેરી સેલેસ્ટેની છે.

એલેન ઓસ્ટીન

માનવામાં આવે છે 1881માં એલેન ઓસ્ટીન નધણિયાત મળી આવ્યું હતું જેમાં પ્રાઈઝ ક્રુ હતી(અમેરિકામાં પ્રવેશવા માંગતા લોકો) હતા. આ લોકો ન્યૂયોર્કમાં પ્રવેશવા માટે જહાજમાં ચડ્યા હતા. કથા મુજબ, આ નધણિયાત જહાજ લાપત્તા બન્યુ, અન્ય લોકોએ આ ઘટના પર પ્રકાશ પાડતા કહ્યુ કે આ જહાજ પ્રાઈઝ ક્રુ વિના ફરીથી દેખાયુ અને બાદમાં ફરીથી પ્રાઈઝ ક્રુ સાથે ગાયબ બન્યું.લંડનની લોયડ કંપનીનો રેકોર્ડ તપાસતા મેટાનું અસ્તિત્વ છતું થયું હતું. મેટા 1854માં બંધાયું હતું જ્યારે 1880માં મેટાને એલેન ઓસ્ટીન જેવું નવું નામ અપાયું હતું. તે સમયે આ જહાજ પર કે અન્ય કોઈ જહાજ પર જાનહાની વિગતો મળી ન હતી, જેને કારણે એવું માનવામાં આવે છે કે ત્યજી દેવાયેલા જહાજ પર હાજર ગુમ વ્યકિતઓ પહેલા જહાજ પર હશે ત્યાર બાદ તે લાપત્તા બન્યા હશે. [૩૨]

યુએસએસ સાયક્લોપ્સ

આ ઘટનામાં અમેરિકન નૌકાદળે યુદ્ધ સિવાયના બનાવોમાં સૌથી વધુ સૈનિકો ગુમાવ્યા હતા. યુએસએસ “સાયક્લોપ્સ” (USS Cyclops)લેફ્.કમાન્ડર (Lt Cdr) જી. ડબલ્યુ વોર્લે (G. W. Worley)ની આગેવાની હેઠળ 4 માર્ચ, 1918ના રોજ બારબાડોઝ (Barbados)થી 309 જેટલા ચાલક સભ્યો સાથે સફર પર નિકળ્યું હતું, આ બાદથી જહાજ લાપત્તા બન્યું હતું. આ જહાજ ગુમ થવા માટે ઘણી બધી ધારણાઓ સેવવામાં આવી રહી છે. ઘણા આ બનાવ માટે ચક્રવાતને, ઘણા જહાજ ડુબી ગયાની થીયરીને તો ઘણા લોકો યુદ્ધ સમયના દુશ્મનોની પ્રવૃતિ (wartime enemy activity)ને જવાબદાર ગણાવી રહ્યા છે.[૩૩][૩૪]

થિયોડોસિયા બર અલ્સટોન

થીયોડોશિયા બુર અલ્સ્ટોન (Theodosia Burr Alston) યુનાઈટેટ સ્ટે્ટના ઉપપ્રમુખ (United States Vice President)આરોન બૂર (Aaron Burr)ની પુત્રી હતી.ત્રિકોણમાં લાપત્તા બનેલા સંદર્ભે તેનો પણ એક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. [૩૫]થિયોડોશીયા 30 ડિસેમ્બર, 1812ના રોજ ચાર્લ્સટોન, દક્ષિણ કેરોલિના (Charleston, South Carolina)થી ન્યૂ યોર્ક (New York City)જઈ રહેલા પેટ્રિઅટ જહાજની પ્રવાસી હતી.આ બાદ આ જહાજ લાપત્તા બન્યું હતું. આ ઘટનાના ખુલાસા માટે ચાંચિયાગીરી અને 1812ના યુદ્ધ (War of 1812)ને જવાબદાર ગણાવવામાં આવે છે. તે ત્રિકોણની બહાર ટેક્સાસમાં દેખાઈ હોવાની પણ થીયરી રજૂ કરવામાં આવી હતી.

સ્પ્રે

કેપ્ટન જોસુઆ સ્લોકુમ (Joshua Slocum)ની કુશળતા અંગે કોઈ દલીલ થઈ શકે તેમ નથી. તેમણે એકલે હાથે જહાજ દ્વારા વિશ્વભરમાં ફરવાની સિદ્ધી મેળવી હતી.1909માં તેઓ તેમની બોટ સ્પ્રે (Spray) દ્વારા કેરેબિયન (Caribbean)થી વેનેઝુએલા (Venezuela)જવાની તૈયારી કરી રહ્યા હતા.તેઓ લાપત્તા બન્યા, એવા કોઈ પૂરાવા નથી કે સ્પ્રે લાપત્તા બની ત્યારે તેઓ ત્રિકોણમાં હતા કે નહીં.એવું માની લેવામાં આવ્યું કે તેમને સ્ટીમર કે પછી વ્હેલ દ્વારા પાડી દેવામાં આવી શક્યા હોઈ શકે, તેમનું સ્પ્રે પણ મજબૂત હતું.તેમજ સ્લોકુમ અનુભવી કેપ્ટન હોવાથી અન્ય મુશ્કેલીઓને આસાનીથી પહોંચી વળે તેવા હતા. 1924માં તેમને સત્તાવાર રીતે મૃતક જાહેર કરવામાં આવ્યા.આ રહસ્ય દરમિયાન પેરાનોર્મલ(કુદરતથી પર) શક્તિ અંગે કોઈ પૂરાવા મળ્યા ન હતા.

ચિત્ર:Deering2.jpg29 જાન્યુઆરી 1921માં
સ્કુનેર(બે ડોળકાઠીવાળું વહાણ) (Schooner) કેરોલ એ. ડીયરિંગ (Carroll A. Deering) કેપ લુક આઉટ (Cape Lookout) લાઈટશીપ (lightship)માંથી જોઈ શકાય છે. બે દિવસ પહેલા જ આ જહાજ ઉત્તર કેરોલિના (North Carolina)માં ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું.યુનાઈટેડ સ્ટેટ કોસ્ટ ગાર્ડ

કેરોલ. એ. ડીયરિંગ

1919માં પાંચ ધ્વજસ્તંભ, બે ડોળકાઠીવાળા વહાણ, કેરોલ એ. ડીયરિંગ (Carroll A. Deering)ને બાંધવામાં આવ્યું હતું. આ જહાજને ઉત્તર કેરોલિના (North Carolina)નજીકના કેપ હેટેરાસ (Cape Hatteras)ના ડાયમંડ સોલ્સ ખાતે 31 જાન્યુઆરી 1921ના રોજ ત્યજી દેવાયું હતું. અફવાઓ અને તે સમયે ચાલતી વાતો મુજબ ડીયરિંગ ચાંચિયાગીરીનો ભોગ બની શક્યુ હોઈ શકે છે.તેમજ શક્યત રીતે રમના વેપારના પ્રતિબંધ (Prohibition) સાથે પણ તેને સાંકળવામાં આવે છે. આવું જ એન્ય એક એક જહાજ એસ. એસ. હેવિટ્ટ પણ આજ ગાળામાં લાપત્તા બન્યું હતું. તેના કલાકો બાદ જ એક અજાણી સ્ટીમર ત્યાંથી પસાર થઈ હતી જે રૂટ પર ડિયરિંગ હતું પરંતુ તેણે લાઈટશીપના બધા જ સિગ્નલોને અવગણ્યા હતા.અનુમાન રાખવામાં આવે છે કે ડીયરિંગના ચાલક સભ્યોના લાપત્તા થવા અંગે હેવિટ્ટ સંકળાયેલું હોઈ શકે છે.[૩૬]

ડગ્લાસ ડીસી-3

28 ડિસેમ્બર 1948ના રોજ ડગ્લાસ ડીસી-3 (Douglas DC-3), એનસી 16002 (NC16002)નંબરનું નામનું વિમાન પુર્તો રીકોના સાન જુઆન થી મિયામી આવી રહ્યું હતું ત્યારે લાપત્તા બન્યુ હતું. આ વિમાન અને વિમાનમાં સવાર 32 લોકો વિશે કોઈ જ માહિતી મળી શકી ન હતી.સિવિલ એરોનોટિક્સ બોર્ડ દ્વારા તપાસમાં ભેગા કરાયેલા દસ્તાવેજો મુજબ વિમાન લાપત્તા થવા અંગે કેટલીક મહત્વની વાતો જાણવા મળી હતી પરંતુ ત્રિકોણ અંગે લખતા લેખકોથી વિપરીત હતી.રીપોર્ટ મુજબ પ્લેનની બેટરીઓ તપાસ દરમિયાન ઓછી ચાર્જ હતી. આમ છતાં સાન જુઆન ખાતે તેના પાઈલોટે તેને રીચાર્જ કર્યા વગર પ્લેનમાં ગોઠવી દેવાનો આદેશ કર્યો હતો આને કારણ સંપુર્ણ ટેક્નિકલ નિષ્ફળતા સર્જાઈ હતી કે નહીં તે જાણી શકાયું ન હતું.જો કે, પિસ્ટન આધારિત વિમાન સિલિન્ડરને ચાલુ કરવા માટે બેટરી સંચાલિત ઈગ્નિશન કોઈલ (ignition coil) સિસ્ટમને બદલે મેગ્નીટો (magnetos)પર આધાર રાખે છે. જેને કારણે આ થીયરીને મજબૂત અને વિશ્વાસપ્રદ માનવામાં આવતી નથી.[૩૭]

સ્ટાર ટાઈગર અને સ્ટાર એરિયલ

જી-એએપએનપી (G-AHNP Star Tiger) “ સ્ટાર ટાઈગર” 30 જાન્યુઆરી 1948માં લાપત્તા બન્યુ હતું. આ વિમાન એઝોરેસથી બર્મ્યુડા જઈ રહ્યુ હતું., જી-એજીઆરઈ“ સ્ટાર એરિયલ” (G-AGRE Star Ariel) વિમાન 17 જાન્યુઆરી, 1949ના રોજ બર્મ્યુડાથી જમૈકાના કિંગ્સટન (Kingston, Jamaica) જઈ રહ્યુ હતું ત્યારે લાપત્તા થયું હતું. આ બન્ને વિમાનો બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝ (British South American Airways) દ્વારા સંચાલિત એવરો (Avro), ટ્યુડોર (Tudor IV) ચાર પ્રકારના પેસેન્જર વિમાનો હતો. [૩૮]

કેસી-135 સ્ટ્રેટોટેન્કર

28 ઓગસ્ટ, 1963ના રોજ અમેરિકન વાયુદળ (U.S. Air Force)ના બે કેસી-135 સ્ટ્રાટોટેન્કર (KC-135 Stratotanker) વિમાનો અથડાયા હતા અને એટલાન્ટિકમાં ખાબક્યા હતા. ત્રિકોણના લેખકો(વિનેર, બેર્લિટ્ઝ, ગાડિસ[૧૨][૧૧])ના મુજબ આ વિમાનો અથડાયા હતા અને ક્રેસ થયા હતા પરંતુ જળમાં બન્નેની જગ્યા અલગ અલગ હતી160 miles (260 km).જો કે, કુશેના સંશોધન મુજબ[૧૪] વાયુદળના અનક્લાસિફાઈડ તપાસ રીપોર્ટમાં ‘ક્રેસ સાઈટ’ને તપાસ અને બચાવ જહાજ દ્વારા તપાસવામાં આવી હતી અને જેમાં તેમને દરિયાઈ છોડ (seaweed) અને દરિયાકિનારે તણાઈ આવતા લાકડા (driftwood) બોયા (buoy)ની સાથે ગુંચવાયેલા નજરે પડ્ય પડ્યા હતા.

એસએસ મરિન સલ્ફર ક્વિન

ટી2 ટેન્કર (T2 tanker)એવું એસએસ મરિન સલ્ફર ક્વિન (SS Marine Sulphur Queen)ને ઓઈલમાંથી ગંધક (sulfur)ની હેરફેર કરતા જહાજ તરીકે બદલવામાં આવ્યું હતું. આ જહાજ છેલ્લે 4 ફ્રેબ્રુઆરી 1963ના રોજ તેના ચાલકદળના સભ્યો સાથે ફ્લોરિડા નજીક દેખાયું હતું. 'વિન્સેટ ગાડિસ દ્વારા 1964માં અર્ગોઝી મેગેઝિનમાં લેખેલા લેખમાં સૌપ્રથમ જહાજ તરીકે મરિન સલ્ફર ક્વિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં[] “અજાણ્યા લોકો દ્વારા જહાજને દરિયામાં” લઈ જવામાં આવ્યું તેવો ઉલ્લેખ કરાયો હતો ખરેખર તો કોસ્ટ ગાર્ડના રીપોર્ટ મુજબ જહાજનો ઇતિહાસ ઘણો જ ખરાબ રહ્યો હતો. તેમજ દરિયાઈ સફર ખેડવા માટે તેને સુરક્ષિત નહીં હોવાનું જાહેર કરાયું હતું.[૩૯][૪૦]

રાઈફુકુ મારૂં

ત્રિકોણને લગતો વધુ જાણીતો બનાવ 1921માં બન્યો હતો(ઘણાના મુજબ થોડા વર્ષો બાદ) જ્યારે જાપાની જહાજ રાઈફફુકુ મારુ (Raifuku Maru)(ઘણા તેને રાઈકુકે મારુ જેવા ખોટા નામે ઓળખે છે)એ અચાનક ભયના સંકેતો મોકલ્યા હતા ત્યાર બાદ તે લાપત્તા બન્યું હતું. તેના સંકેતો હતા“ કટારી જેવો ભય.જલ્દી આવો”, અથવા કટારી જેવું લાગે છે, જલ્દી આવો!”આને કારણે લેખકોએ એવું અનુમાન કર્યું કે “ડેગર(કટારી) (waterspout)” એટલે કે પાણીની શેર હોઈ શકે છે. હકિકતમાં તો આ જહાજ ત્રિકોણની નજીક પણ ન હતું અને જહાજે મોકલેલા ડિસ્ટ્રેસ કોલમાં “ડેગર” જેવો શબ્દ પણ ન હતો.(“હવે ભય છે.જલ્દી આવો.”) આ જહાજ 21 એપ્રિલ, 1925ના રોજ બોસ્ટનથી જર્મનીના હેમ્બર્ગ જવા માટે નીક્ળ્યું હતું પરંતુ તેને રસ્તામાં ઘણા દરિયાઈ ચક્રવાતનો સામનો કરવો પડ્યો હતો અને ઉત્તર એટલાન્ટિક નજીક ડુબી ગયું હતું. જ્યારે અન્ય એક જહાજ આરએમએસ “હોમેરિકે (RMS Homeric)” તેને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. [૪૧]

કોનેમારા ચાર

26 સપ્ટેમ્બર, 1955ના રોજ એક આનંદ માટેની નૌકા(યાટ્) બર્મ્યુડા દક્ષિણ એટલાન્ટિકમાં મળી આવી હતી. સામાન્ય રીતે( બેર્લિટ્ઝ અને વિનેર[૧૧][૧૨])ની કથાઓમાં આ નૌકાના ચાલકો અદ્રશ્ય થયા હતા. જ્યારે ત્રણ ચક્રવાત દરમિયાન આ નૌકા બચી જવા પામી હતી. 1955ની એટલાન્ટિક ચક્રવાત ઋતુ (1955 Atlantic hurricane season) દરમિયાન એક માત્ર ચક્રવાત “એડીથ” ઓગસ્ટના અંત સુધીમાં બર્મ્યુડા નજીક આવ્યું હતું. જ્યારે “ફ્લોરા” પુર્વથી ઘણો દુર હતો અને “કેટી” આ નૌકા મળી તેના બાદ ઉદ્ભભવ્યું હતું. એવી પુષ્ટી આપવામાં આવી હતી કે કોનેમારા ચાર ખાલી હતું. જ્યારે આ બંદર પર “એડિથ” ત્રાટક્યું હશે ત્યારે કદાચ યાટ્ને લંગર સહિત દરિયામાં ખેંચી ગયું હોઈ શકે છે. [સંદર્ભ આપો]

ત્રિકોણના લેખકો

ઉપર ઉલ્લેખ કરવામાં આવેલા ત્રિકોણના બનાવો સત્તાવાર દસ્તાવેજો ઉપરાંત અન્ય કામોમાંથી લેવામાં આવ્યા છે. અહીં એ વાત નોંધવી જરૂરી છે કે ઉલ્લેખ કરવામાં આવેલા બનાવો ત્રિકોણના સ્થળે બન્યા છે અને તે માત્ર આ સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યા છે.

વધુ જુઓ

સંદર્ભો

  1. Cochran-Smith, Marilyn (2003). "Bermuda Triangle: dichotomy, mythology, and amnesia". Journal of Teacher Education. 54.
  2. "Introduction". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  3. "Aircraft Losses". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  4. "Missing Vessels". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  5. E.V.W. Jones (September 16, 1950). "unknown title, newspaper articles". Associated Press.
  6. George X. Sand (1952). "Sea Mystery At Our Back Door". Fate. Unknown parameter |month= ignored (મદદ)
  7. Allen W. Eckert (1962). "The Lost Patrol". American Legion. Unknown parameter |month= ignored (મદદ)
  8. ૮.૦ ૮.૧ Vincent Gaddis (1964). "The Deadly Bermuda Triangle". Argosy: 28–29, 116–118. Unknown parameter |month= ignored (મદદ)
  9. Vincent Gaddis (1965). Invisible Horizons.
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ John Wallace Spencer (1969). Limbo Of The Lost. ISBN 0-686-10658-X.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ Charles Berlitz (1974). The Bermuda Triangle (1st આવૃત્તિ). Doubleday. ISBN 0-385-04114-4.
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ Richard Winer (1974). The Devil's Triangle. ISBN 0553106880.
  13. "Strange fish: the scientifiction of Charles F. Berlitz, 1913–2003". Skeptic. Altadena, CA. March , 2004. Check date values in: |date= (મદદ)
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ Lawrence David Kusche (1975). The Bermuda Triangle Mystery Solved. ISBN 0-87975-971-2.
  15. "V A Fogg" (PDF). USCG.
  16. "The Case of the Bermuda Triangle". NOVA / Horizon. 1976-06-27. PBS. CS1 maint: discouraged parameter (link)
  17. Taves, Ernest (1978). The Skeptical Inquirer. 111 (1): p.75–76. |pages= has extra text (મદદ); Missing or empty |title= (મદદ)
  18. Singer, Barry (1979). The Humanist. XXXIX (3): p.44–45. |pages= has extra text (મદદ); Missing or empty |title= (મદદ)
  19. "A Geologist's Adventures with Bimini Beachrock and Atlantis True Believers". Skeptical Inquirer. 2004. મૂળ માંથી 2007-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10. Unknown parameter |month= ignored (મદદ)
  20. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  21. Phillips, Pamela. "The Gulf Stream". USNA/Johns Hopkins. મેળવેલ 2007-08-02.
  22. "Methane Bubble". Monash Univ.
  23. "Gas Hydrate at the USGS". Woods Hole. 1981.
  24. "Gas Hydrate at the USGS, Bermuda Triangle". Woods Hole.
  25. http://www.nytimes.com/2006/07/11/science/11wave.html?8dpc
  26. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2007-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  27. http://www.esa.int/esaCP/SEMOKQL26WD_index_0.html
  28. http://www.livescience.com/strangenews/080804-rogue-waves.html
  29. ૨૯.૦ ૨૯.૧ "The Disappearance of Flight 19". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  30. "મેરી સેલેસ્ટે જહાજ". મૂળ માંથી 2009-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  31. ૩૧.૦ ૩૧.૧ Daniel Berg (2000). Bermuda Shipwrecks. ISBN 0-9616167-4-1.
  32. "Ellen Austin". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  33. "Bermuda triangle". D Merrill. મૂળ સંગ્રહિત માંથી 2002-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  34. "Myths and Folklore of Bermuda". Bermuda Cruises. મૂળ માંથી 2009-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  35. ૩૫.૦ ૩૫.૧ Adi-Kent Thomas Jeffrey (1975). The Bermuda Triangle. ISBN 0446599611.
  36. "Carroll A Deering". Graveyard of the Atlantic. મૂળ માંથી 2005-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  37. "Airborne Transport, Miami, December 1948" (PDF). Aviation Safety. મૂળ (PDF) માંથી 2007-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  38. "The Tudors". Bermuda Triangle .org. External link in |publisher= (મદદ)
  39. "Marine Sulphur Queen" (PDF). USCG.
  40. "The Queen with the Weak Back". TIME. મૂળ માંથી 2012-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  41. "The Case of the Bermuda Triangle". NOVA / Horizon. 1976-06-27. PBS. CS1 maint: discouraged parameter (link)

અન્ય સ્ત્રોત

અખબારના લેખો:

પ્રોક્વેસ્ટ [૧]પાસે ઘણા બનાવો માટે અખબારોનું ઘણું બધું મટિરિયલ્સ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જે અખબારોનો સમાવેશ થાય છે તેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, અને ધ એટલાન્ટા કોન્સ્ટીટ્યુશનનો સમાવેશ થાય છે. આ વેબસાઈટમાંથી વિગત મેળવવી હોય તો નોંઘણી જરૂરી છે, સામાન્ય રીતે પુસ્તકાલય વડે કોલેજ અથવા યુનિવર્સિટી સાથે જોડાય છે.

ફ્લાઈટ 19 (Flight 19)

  • “ફ્લોરિડા નજીક ગુમ થયેલા પાંચ પ્લેન માટે અભૂતપૂર્વ શોધખોળ“ ("Great Hunt On For 27 Navy Fliers Missing In Five Planes Off Florida,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 7 ડિસેમ્બર, 1945
  • “છ નૌકાદળના વિમાનના 27 લોકો માટે શોધ અભિયાન” ( "Wide Hunt For 27 Men In Six Navy Planes,") વોશિંગ્ટન પોસ્ટ, 7 ડિસેમ્બર, 1945
  • “ગુમ થયેલા વ્યકિતઓના વિસ્તારમાંથી અગનજ્વાળાઓ જોવાઈ”("Fire Signals Seen In Area Of Lost Men,") વોશિંગ્ટન પોસ્ટ, 9 ડિસેમ્બર, 1945.

રાઈફફુકુ મારૂં (Raifuku Maru)

  • “38 ચાલકબળ સાથે જાપાનીઝ વહાણ ડુબ્યું“("Japanese Ships Sinks With A Crew Of 38; Liners Unable To Aid,") ન્યૂ યોર્ક ટાઈમ્સ, 22 એપ્રિલ, 1925.
  • “ડુબતા જહાજને બચાવવામાં હોમેરિકના પ્રયાસો અંગે પ્રવાસીઓના અલગ અલગ” મત("Passengers Differ On Homeric Effort To Save Sinking Ship,") ન્યૂયોર્ક ટાઈમ્સ 23 એપ્રિલ, 1925.
  • “સુકાની દ્વારા હોમેરિકના કેપ્ટનનો વિરોધ કરાયો“("Homeric Captain Upheld By Skippers,") ન્યૂયોર્ક ટાઈમ્સ24 એપ્રિલ, 1925.
  • “બચાવ કાર્યમાં લાઈનર ભાગી છુટ્યું“("Liner Is Battered In Rescue Attempt,") ન્યુયોર્ક ટાઈમ્સ, 25 એપ્રિલ, 1925.

એસએસ “કોટોપાક્ષી”

  • લોયડે કોટોપાક્ષીને લાપત્તા જાહેર કર્યું““("Lloyd's posts Cotopaxi As "Missing," )ન્યૂયોર્ક પોસ્ટ, 7 જાન્યુઆરી, 1926.
  • લાપત્તા જહાજને શોધવાના પ્રયાસો નિષ્ફળ("Efforts To Locate Missing Ship Fail,")વોશિંગ્ટન પોસ્ટ, 6 ડિસેમ્બર, 1925.
  • “દિવાદાંડીના રખેવાળે લાપત્તા જહાજ શોધ્યું“("Lighthouse Keepers Seek Missing Ship,") વોશિંગ્ટન પોસ્ટ, 7 ડિસેમ્બર, 1925.
  • “લાપત્તા જહાજના 53ને બચાવી લેવામાં આવ્યા“("53 On Missing Craft Are Reported Saved,") વોશિંગ્ટન પોસ્ટ, 13 ડિસેમ્બર, 1925.

યુએસએસ સાયક્લોપ્સ(એસી-4) (USS Cyclops (AC-4))

  • ઠંડા ઉંચા પવનોએ $ 25,000નું નુકશાન કર્યું” “("Cold High Winds Do $25,000 Damage,") વોશિંગ્ટન પોસ્ટ, 11 માર્ચ, 1918.
  • “કોલાઈડરમાં એક મહિનો વિલંબ થયો“("Collier Overdue A Month,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 15 એપ્રિલ, 1918.
  • “વધુ જહાજો લાપત્તા સાયક્લોપ્સની શોધખોળ માટે“("More Ships Hunt For Missing Cyclops,") ન્યૂયોર્ક ટાઈમ્સ. 16 એપ્રિલ, 1918. .
  • “અમે સાયક્લોપ્સ માટે આશા છોડી દીધી નથી“("Haven't Given Up Hope For Cyclops," ) ન્યૂયોર્ક ટાઈમ્સ 17 એપ્રિલ, 1918..
  • “સાયક્લોપ્સ લાપત્તા, 293 જેટલા લોકો હાજર હતા, દુશ્મનોએ ઉડાવી દીધાની આશંકા“("Collier Cyclops Is Lost; 293 Persons On Board; Enemy Blow Suspected,") વોશિંગ્ટન પોસ્ટ, 15 એપ્રિલ, 1918..
  • “અમેરિકાના યુદ્ધમાં ઝંપલાવશે”("U.S. Consul Gottschalk Coming To Enter The War,")વોશિંગ્ટન પોસ્ટ, 15 એપ્રિલ, 1918.
  • “સાયક્લોપ્સના સુકાની ટ્યુટોન“ ("Cyclops Skipper Teuton, 'Tis Said," )વોશિંગ્ટન પોસ્ટ , 16 એપ્રિલ 1918..
  • “જહાજની નિયતિમાં ગુંચવાડો”("Fate Of Ship Baffles,") વોશિંગ્ટન પોસ્ટ, 16 એપ્રિલ, 1918.
  • “સાયક્લોપ્સ તરફ આગળ વધતા સ્ટીમને પવનનો મુકાબલો કરવો પડ્યો”("Steamer Met Gale On Cyclops' Course,") વોશિંગ્ટન પોસ્ટ,19 એપ્રિલ, 1918.

કેરોલ. એ. ડીયરિંગ (Carroll A. Deering)

  • “3 અમેરિકન જહાજો લાપત્તા થવા અંગે ચાંચિયાગીરીની શક્યતા“("Piracy Suspected In Disappearance Of 3 American Ships," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 21 જુન, 1921.
  • “બન્ને માલિકો શંકાસ્પદ”("Bath Owners Skeptical,")ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન 1921, પીએરા એનટોનેલા.
  • “ડિયરિંગના સુકાનીની પત્નીએ તપાસની માંગ કરી“("Deering Skipper's Wife Caused Investigation,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન. 1921.
  • “લાપત્તાની યાદીમાં વધુ જહાજોનો ઉમેરો“("More Ships Added To Mystery List,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન, 1921.
  • “ચાંચિયાઓની શોધખોળ“("Hunt On For Pirates,") વોશિંગ્ટન પોસ્ટ, 21 જુન, 1921.
  • “જહાજો માટે ઝીણવટભરી તપાસ“("Comb Seas For Ships,") વોશિંગ્ટન પોસ્ટ, 22 જૂન 1921.
  • “દર વર્ષે 3000 જહાજો લાપત્તા થવાનો બંદરનો દાવો“("Port Of Missing Ships Claims 3000 Yearly,") વોશિંગ્ટન પોસ્ટ, 10 જુલાઈ, 1921.

ભાંગેલા વહાણને લૂંટનાર

  • “રેકરેશન“ 100 વર્ષ પહેલા પ્રચલિત રમતનું નામ હતું.“("'Wreckreation' Was The Name Of The Game That Flourished 100 Years Ago," ) ન્યૂયોર્ક ટાઈમ્સ. 30 માર્ચ, 1969 .

એસ. એસ. સુડુફકો

  • “માલવાહક જહાજ માટે તપાસ“("To Search For Missing Freighter,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 એપ્રિલ, 1926.
  • “શિપ માટે આશા ત્યજી દેવાઈ“("Abandon Hope For Ship,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 28 એપ્રિલ, 1926.

સ્ટાર ટાઈગર અને સ્ટાર એરિયલ

  • “લાપત્તા હવાઈ જહાજ માટેની આશા પાણીમાં“("Hope Wanes in Sea Search For 28 Aboard Lost Airliner,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 જાન્યુઆરી, 1948.
  • “હવાઈ જહાજ માટે 72 વિમાનોએ શોધખોળ કરી“("72 Planes Search Sea For Airliner," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 જાન્યુઆરી, 1949.

ડીસી-3 વિમાન એનસી 160002 લાપત્તા (NC16002 disappearance)

  • “સાન જુઆનથી મિયામી જઈ રહેલી 30 પ્રવાસીઓ સહિતની ફ્લાઈટ લાપત્તા“("30-Passenger Airliner Disappears In Flight From San Juan To Miami,") ન્યૂયોર્ક ટાઈમ્સ 29 ડિસેમ્બર, 1948.
  • “લાપત્તા એરલાઈનરનો ક્યુબા રીપોર્ટ તપાસ્યો“( "Check Cuba Report Of Missing Airliner,")ન્યૂયોર્ક ટાઈમ્સ, 30 ડિસેમ્બર, 1948.
  • “લાપત્તા વિમાનોની તપાસ લંબાવાઈ“("Airliner Hunt Extended," )ન્યુયોર્ક ટાઈમ્સ, 31 ડિસેમ્બર, 1948.

હાર્વે કોનોવેર અને રીવોનોક

  • “યોલની શોધખોળ ચાલુ“("Search Continuing For Conover Yawl,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 8 જાન્યુઆરી, 1958.
  • “યાટ્ની તપાસ ચાલું“( "Yacht Search Goes On,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 9 જાન્યુઆરી, 1958.
  • “યાટ્ની તપાસ પર વધુ ભાર“("Yacht Search Pressed," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 10 જાન્યૂઆરી, 1958.
  • “કોનોવરની તપાસ બંધ“("Conover Search Called Off," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 15 જાન્યુઆરી, 1958.

કેસી-135 સ્ટ્રાટોટેન્કર્સ

  • “જેટની તપાસમાં અવશેષોનો બીજો હિસ્સો મળ્યો“("Second Area Of Debris Found In Hunt For Jets,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 ઓગસ્ટ, 1963.
  • “જેટ માટેની તપાસને અટકાવાઈ“("Hunt For Tanker Jets Halted," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 3 સપ્ટેમ્બર, 1963.
  • “જેટ ટેન્કરની શોધખોળમાં કાટમાળ મળ્યો“("Planes Debris Found In Jet Tanker Hunt," ) વોશિંગ્ટન પોસ્ટ, 30 ઓગસ્ટ, 1963.

બી-52 બોમ્બર(પોગો 22)

  • “અમેરિકા- કેનેડાએ હવાઈ સંરક્ષણનું સફળ પરિક્ષણ કર્યું “( "U.S.-Canada Test Of Air Defence A Success," )ન્યૂયોર્ક ટાઈમ્સ, 16 ઓક્ટોબર, 1961.
  • “બી-52 બોમ્બરની તપાસ નવા વિસ્તારોમાં શરૂ કરાઈ“("Hunt For Lost B-52 Bomber Pushed In New Area,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 17 ઓક્ટોબર, 1961.
  • “બોમ્બરની તપાસ આગળ વધી“("Bomber Hunt Pressed,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 18 ઓક્ટોબર, 1961.
  • “બોમ્બરની તપાસ ચાલું“("Bomber Search Continuing,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 ઓક્ટોબર, 1961.
  • બોમ્બરની તપાસનો અંત“("Hunt For Bomber Ends," )ન્યૂયોર્ક ટાઈમ્સ, 20 ઓક્ટોબર, 1961.

જહાજ સ્નોબોય

  • “જહાજની તપાસ કરી રહેલા વિમાનને દરિયામાં મૃતદેહ મળ્યો“("Plane Hunting Boat Sights Body In Sea,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 7 જુલાઈ, 1963.
  • “કેરેબિયનમાં લાપત્તા બનેલા જહાજની તપાસ બંધ“("Search Abandoned For 40 On Vessel Lost In Caribbean,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 જુલાઈ, 1963.
  • “કેરેબિયનમાં 55 યાત્રીઓ સાથે લાપત્તા બનેલા જહાજ માટે તપાસ ચાલું“("Search Continues For Vessel With 55 Aboard In Caribbean,") વોશિંગ્ટન પોસ્ટ, 6 જુલાઈ, 1963.
  • ફિશિંગ બોટની તપાસ દરમિયાન મૃતદેહ મળ્યો“("Body Found In Search For Fishing Boat," ) વોશિંગ્ટન પોસ્ટ, 7 જુલાઈ, 1963.

એસએસ મરિન સલ્ફર ક્વિન (SS Marine Sulphur Queen)

  • “39 સાથેનું ટેન્કર એટલાન્ટિકમાં ગાયબ“("Tanker Lost In Atlantic; 39 Aboard," ) વોશિંગ્ટન પોસ્ટ, 9 ફ્રેબ્રુઆરી, 1963.
  • “ફ્લોરિડા નજીક લાપત્તા થયેલા ટેન્કરનો કાટમાળ મળ્યો“( "Debris Sighted In Plane Search For Tanker Missing Off Florida,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 ફેબ્રુઆરી 1963.
  • "દરિયાઈ આપત્તી માટે 2.5 મિલિયનની માંગ“(“Million Is Asked In Sea Disaster,") વોશિંગ્ટન પોસ્ટ, 19 ફેબ્રુઆરી, 1963.
  • “જહાજનું લાપત્તા થવું હજુ રહસ્ય“("Vanishing Of Ship Ruled A Mystery,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 14 એપ્રિલ, 1964.
  • “લાપત્તા 39 યાત્રીઓના પરિવાજનો 20 મિલિયન ડોલરનો દાવો માંડ્યો“("Families Of 39 Lost At Sea Begin $20-Million Suit Here," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 4 જુલ, 1969.
  • “જહાજની તપાસ અંગનો 10 વર્ષ જુના ઝઘડાનો અંત“("10-Year Rift Over Lost Ship Near End," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 4 ફેબ્રુઆરી 1973.

એસએસ સ્યલ્વિયા એલ. ઓસ્સા

  • “અમેરિકા જતું જહાજ 37 યાત્રીઓ સાથે બર્મ્યુડામાં લાપત્તા“("Ship And 37 Vanish In Bermuda Triangle On Voyage To U.S.," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 18 ઓક્ટોબર 1976.
  • “બર્મ્યુડામાં લાપત્તા જહાજો દરિયામાં ગરક થઈ જતા હોવાની ધારણા“("Ship Missing In Bermuda Triangle Now Presumed To Be Lost At Sea," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 ઓક્ટોબર, 1976.
  • “17 દિવસ પહેલા લાપત્તા બનેલા જહાજના ભયજનક સિગ્નલો સાંભળવામાં આવ્યા હતા.“("Distress Signal Heard From American Sailor Missing For 17 Days," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 ઓક્ટોબર, 1976.

વેબસાઈટ લિંક

નીચે આપેલી વેબસાઈટ પર ઓનલાઈન વસ્તુઓ છે જે બર્મ્યુડા ત્રિકોણ અંગેના પ્રચલિત વાતોનું સમર્થન કરતી હોઈ શકે છે અથવા અમેરિકન નૌકાદળ કે અમેરિકન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા તપાસ અને સુનાવણીના સત્તાવાર સ્ત્રોતોમાંથી મેળવાઈ હોઈ શકે છે. કેટલીક તપાસની કોપીઓ ઓનલાઈન થઈ શકી નથી અને પરંતુ તેના અંગે ઓર્ડર આપી શકાય છે. દાખલા તરીકે ફ્લાઈટ 19 કે યુએસએસ સાયક્લોપ્સના લાપત્તા થવા અંગે યુનાઈટેડ સ્ટેટ નેવલ હિસ્ટોરિકલ સેન્ટરને સીધો ઓર્ડર કરી શકાય છે.

પૂસ્તકો

નીચે આપવામાં આવેલી યાદીના મોટાભાગના પુસ્તકોની અત્યારે પ્રિન્ટ ઉપલબ્ધ નથી.તેની નકલ કદાચ સ્થાનિક પુસ્તકાલયમાંથી કે સીધી બુક સ્ટોરમાંથી અથવા ઈ-બે કે એમેઝોન.કોમમાંથી ખરીદી સકો છે. નોંધપાત્ર છે કે અહી બનેલા કેટલાક બનાવો માટે આવા જ કેટલાક પુસ્તકો મુળ સ્ત્રોત છે.

  • ઈન્ટુ ધ બર્મ્યુડા ટ્રાયેંગલઃ પર્સ્યુઈંગ ધ ટ્રુથ બિહાઈન્ડ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ મિસ્ટ્રી( Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery by ગિયાન જે. ક્યુસાર (Gian J. Quasar), ઈન્ટરનેશનલ મરિન/ રેગ્ડ માઉન્ટેન પ્રેસ (2003) ISBN 0-07-142640-X; સત્તાવાર રેકોર્ડમાં સંશોધન કરીને લાપત્તા બનેલા જહાજોની યાદી આપવામાં આવી છે. (પેપર બેકમાં ફરીથી મુદ્રિત કરવામાં આવી (2005) ISBN 0-07-145217-6).
  • ધ બર્મ્યુડા ટ્રાયેંગલ (The Bermuda Triangle), ચાર્લ્સ બેર્લિટ્ઝ (ISBN 0-385-04114-4): હાલમાં આ પુસ્તક ઉપલબ્ધ નથી, પરંતુ આ પ્રકારની જ વાર્તાઓ અને આવી જ વસ્તુ પર આધારિત પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.
  • ધ બર્મ્યુડા ટ્રાયેંગલ મિસ્ટ્રી સોલ્વડ (The Bermuda Triangle Mystery Solved) (1975).લોરેન્સ ડેવિડ કુશે(ISBN 0-87975-971-2)
  • લીમ્બો ઓફ ધ લોસ્ટ( Limbo Of The Lost), જ્હોન વોલેસ સ્પેન્સર્સ (ISBN 0-686-10658-X)
  • ધ એવિડન્સ ફોર ધ બર્મ્યુડા ટ્રાયેંગલ (The Evidence for the Bermuda Triangle), (1984), ડેવિડ ગ્રુપ (ISBN 0-85030-413-X)
  • ધ ફાઈનલ ફ્લાઈટ(The Final Flight), (2006), ટોની બ્લેકમેન (ISBN 0-9553856-0-1) નોંધનીય છે કે આ પુસ્તક નવલકથા(કલ્પિત વાત) પર આધારિત છે.
  • બર્મ્યુડા શીપરેકર્સ(Bermuda Shipwrecks), (2000), ડેનિયલ બર્ગ(ISBN 0-9616167-4-1)
  • ધ ડેવિલ્સ ટ્રાયેંગલ,(The Devil's Triangle) (1974), રીચાર્ડ વિનેર (Richard Winer) (ISBN 0-553-10688-0): પહેલા જ વર્ષે આ પૂસ્તકની દશ લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી હતીઃઅત્યાર સુધીમાં આ પુસ્તકને 17 વખત ફરીથી છાપવી પડી છે.
  • ધ ડેવિલ્સ ટ્રાયેંગલ ટુ(The Devil's Triangle 2) (1975), રીચાર્ડ વિનેર (ISBN 0-553-02464-7)
  • ફ્રોમ ધ ડેવિલ્સ ટ્રાયેંગલ ટુ ડેવિલ્સ જો (From the Devil's Triangle to the Devil's Jaw) (1977), રીચાર્ડ વિનેર(ISBN 0-553-10860-3)
  • ગોસ્ટ શીપઃ ટ્રુ સ્ટોરી ઓફ નોટિકલ નાઈટમેર્સ, હન્ટિંગ, એન્ડ ડિઝાસ્ટર (Ghost Ships: True Stories of Nautical Nightmares, Hauntings, and Disasters)(2000), રીચાર્ડ વિનેર (ISBN 0-425-17548-0)
  • ધ બર્મ્યુડા ટ્રાયેંગલ (The Bermuda Triangle (1975) અદિ-કેન્ટ થોમસ જેફ્રરી(ISBN 0-446-59961-1)

બાહ્ય કડીઓ

ઢાંચો:Bermuda Triangle ઢાંચો:UFOs