બાગમતી પ્રાંત (નેપાળ)

બાગમતી પ્રાંત

બાગમતી પ્રાંત (હિંદી:बागमती अञ्चल) નેપાળના મધ્ય ભાગમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંતનું કુલ ૮ (આઠ) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે. આ પ્રાંતની પૂર્વ દિશામાં જનકપુર પ્રાંત , પશ્ચિમ દિશામાં ગંડકી પ્રાંત , ઉત્તર દિશામાં ચીનનો તિબેટ અને દક્ષિણ દિશામાં નારાયણી પ્રાંત આવેલા છે.

નામકરણ

આ પ્રાંતનું નામ અહીંની સ્થાનિક બાગમતી નદીના નામ પરથી પાડવામાં આવેલું છે.

બાગમતી પ્રાંતમાં આવેલા આઠ જિલ્લાઓ

બાગમતી પ્રાંતમાં આવતા જિલ્લાઓ નીચે મુજબના છે. નેપાળ દેશની રાજધાનીનું શહેર કાઠમંડુ પણ આ પ્રાંતમાં આવેલું છે.

આ પણ જુઓ