મછુન્દ્રી નદી
મછુન્દ્રી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૬૦ કિમી |
મછુન્દ્રી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે.[૧] પૂર્વ ગીરના જંગલમાં રાજમલ તળેટીના જેનગરના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. હડાળા પાસેના ભગતના કુવેથી આ નદી નીકળે છે એવી પણ સ્થાનિક માન્યતા પ્રવર્તે છે. આ નદીની લંબાઇ આશરે ૬૦ કિલોમીટર જેટલી છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી ઉના તાલુકાના નવાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે.
ઉના તાલુકામાં આવેલા કોદિયા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે, જેની સિંચાઈથી ઉના તાલુકાનાં ગામોને લાભ મળે છે. તેમ જ દ્રોણેશ્વર પાસે આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલ છે, જે વર્ષો જૂનો છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે.
આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી આ નદીના કાંઠે દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આવેલ છે.
સંદર્ભ
- ↑ "મછુન્દ્રી નદી". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૦૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ)