વેગમાન સંરક્ષણનો નિયમ
યંત્રશાસ્ત્રમાં વેગમાન એ કોઇ કણ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારથી બનતી રાશિ છે. તેનો એસ.આઇ. એકમ કિગ્રા મિ/સે છે.
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યુટનના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધું પરિણામ છે.
વેગમાન સંરક્ષણ નો નિયમ:- " આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે"