અસ્થમા

અસ્થમા વિષે અંગ્રેજીમાં માહિતી આપતો વિડીયો
A round canister above a blue plastic holder
અસ્થમાના હુમલા વખતે આ પ્રકારના ઇન્હેલર વડે સાલબુટામોલનો ચોક્કસ ડોઝ લેવામાં આવે છે.

અસ્થમા અથવા દમ એક બહુ જોવા મળતો રોગ છે જેમાં ફેફસાંના શ્વસનમાર્ગોમાં લાંબા ગાળા માટે સોજો આવે છે. તેના ફરી ફરીને જોવા મળતા લક્ષણોમાં ફેફસાંમાં સંકોચન અને શ્વાસ રૂંધાવાનો સમાવેશ થાય છે જે મટાડીને પૂર્વવત કરી શકાય છે.[] તેના અન્ય લક્ષણોમાં શ્વાસ લેતા ગળામાં ઘેરો અવાજ આવવો (સસણી), ખાંસી આવવી, છાતીમાં દબાણ લાગવું, શ્વાસ ટૂંકા થવા વગેરેનો સમાવેશ થાય છે.[] આવા લક્ષણો એક દિવસમાં એકથી વધુ વારથી લઈને અઠવાડિયામાં કેટલીક વાર સુધીની માત્રામાં જોવા મળી શકે છે. કેટલીક વ્યક્તિઓમાં કસરત કરવાથી કે રાતે આ લક્ષણો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

એવું જણાય છે કે અસ્થમા વિવિધ જનીનિક અને પર્યાવરણીય પરિબળોના સંયોગના લીધે થાય છે.[] પર્યાવરણીય પરિબળોમાં વાયુ પ્રદુષણની અસર કે અસાત્મતા (એલર્જી) કરતા તત્વોનો સમાવેશ કરી શકાય. કેટલીક દવાઓ પણ આના માટે જવાબદાર હોઈ શકે જેમકે એસ્પીરીન અને બીટા બ્લોકર દવાઓ. રોગના લક્ષણો, સારવારની અસર અને સ્પાયરોમેટ્રિ (શ્વાસ માપવાની પ્રક્રિયા) વડે અસ્થમાનું નિદાન થાય છે.[] અસ્થમાનું વર્ગીકરણ લક્ષણો દેખાવાનું આવર્તન, ફોર્સ્ડ એક્પીરેટરી વોલ્યુમ ઇન વન સેકંડ (FEV1) અને પીક એક્સપીરેટરી ફ્લો રેટના આધારે કરવામાં આવે છે.[] તેનું વર્ગીકરણ એટોપિક અને નોન-એટોપિક એમ બે પ્રકારમાં કરવામાં આવે છે. એટોપી એટલે ટાઈપ ૧ હાઈપરસેન્સીટીવીટી (એક ખાસ પ્રકારની એલર્જી જેવી પ્રતિક્રિયા) થવાની સંભાવના.[][]

અસ્થમાનો કોઈ કાયમી ઈલાજ નથી. એલર્જી કરતા તત્વો અને પરિબળોથી દુર રહીને તેને અટકાવી શકાય છે. આ ઉપરાંત કોર્ટીકોસ્ટીરોઈડ લઈને તેને અટકાવી શકાય છે.[][] જો અસ્થમાના લક્ષણો કાબુમાં ન આવતા હોય તો કોર્ટીકોસ્ટીરોઈડ સાથે સાથે લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ (Long-acting beta agonists/LABA) અથવા એન્ટી-લ્યુકોટ્રેઈન એજન્ટ્સ પણ આપવામાં આવે છે.[૧૦][૧૧] ઝડપથી ગંભીર બનતા જતા કિસ્સામાં મુખ દ્વારા શ્વાસ વડે ટૂંકા ગાળામાં પરિણામ આપતા બીટા-૨ એગોનીસ્ટ જેમકે સાલબુટામોલ અને કોર્ટીકોસ્ટીરોઈડ આપવામાં આવે છે.[૧૨] ગંભીર કિસ્સાઓમાં નસ દ્વારા કોર્ટીકોસ્ટીરોઈડ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે છે અને અસ્પતાલમાં દાખલ પણ કરવા પડી શકે.[૧૩]

૨૦૧૫માં દુનિયામાં ૩૫ કરોડ ૮૦ લાખ લોકોને અસ્થમા જોવા મળેલ છે જે ૧૯૯૦ના ૧૮ કરોડ ૩૦ લાખના આંકડાથી ઘણો વધારે છે.[૧૪] ૨૦૧૫માં તેનાથી અંદાજે ૩ લાખ ૯૭ હજાર મૃત્યુ થયેલા જેમના મોટા ભાગના વિકાસશીલ દેશોમાં થયેલ હતા. ઘણાં કિસ્સામાં અસ્થમાની શરૂઆત બાળપણમાં થાય છે.[૧૫] ૧૯૬૦ના દાયકાથી અસ્થમાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.[૧૬] અસ્થમા અંગે પ્રાચીન ઇજિપ્તના લોકોને ખબર હતી.[૧૭] અંગ્રેજી શબ્દ અસ્થમાના મૂળ ગ્રીક શબ્દ અસ્થમામાં છે જેનો અર્થ ટૂંકા શ્વાસ લેવા એમ થતો હતો.[૧૮]


સંદર્ભો

  1. NHLBI Guideline 2007, pp. 11–12
  2. British Guideline 2009, p. 4
  3. Martinez F. D. (2007). "Genes, environments, development and asthma: a reappraisal". European Respiratory Journal. 29 (1): 179–84. doi:10.1183/09031936.00087906. PMID 17197483.
  4. Lemanske, R. F.; Busse, W. W. (February 2010). "Asthma: clinical expression and molecular mechanisms". J. Allergy Clin. Immunol. 125 (2 Suppl 2): S95–102. doi:10.1016/j.jaci.2009.10.047. PMC 2853245. PMID 20176271.
  5. Yawn B. P. (September 2008). "Factors accounting for asthma variability: achieving optimal symptom control for individual patients" (PDF). Primary Care Respiratory Journal. 17 (3): 138–147. doi:10.3132/pcrj.2008.00004. PMID 18264646. મૂળ (PDF) માંથી 2010-03-04 પર સંગ્રહિત. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  6. Kumar, Vinay; Abbas, Abul K.; Fausto, Nelson; Aster, Jon, સંપાદકો (2010). Robbins and Cotran pathologic basis of disease (8th આવૃત્તિ). Saunders. પૃષ્ઠ 688. ISBN 978-1-4160-3121-5. OCLC 643462931.Check date values in: 2010 (help); |display-editors= suggested (help)
  7. Stedman's Medical Dictionary (28 આવૃત્તિ). Lippincott Williams and Wilkins. 2005. ISBN 0-7817-3390-1.Check date values in: 2005 (help)
  8. NHLBI Guideline 2007, pp. 169–172
  9. GINA 2011, p. 71
  10. GINA 2011, p. 33
  11. Scott J. P., Peters-Golden M. (September 2013). "Antileukotriene agents for the treatment of lung disease". Am. J. Respir. Crit. Care Med. 188 (5): 538–544. doi:10.1164/rccm.201301-0023PP. PMID 23822826.
  12. NHLBI Guideline 2007, p. 214
  13. NHLBI Guideline 2007, pp. 373–375
  14. Global Burden of Disease Study 2013, Collaborators (22 August 2015). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 301 acute and chronic diseases and injuries in 188 countries, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 386 (9995): 743–800. doi:10.1016/s0140-6736(15)60692-4. PMC 4561509. PMID 26063472.
  15. "Asthma Fact sheet №307". WHO. November 2013. મૂળ માંથી June 29, 2011 પર સંગ્રહિત. મેળવેલ 3 March 2016.Check date values in: November 2013 (help)
  16. Anandan C., Nurmatov U., van Schayck O. C., Sheikh A. (February 2010). "Is the prevalence of asthma declining? Systematic review of epidemiological studies". Allergy. 65 (2): 152–67. doi:10.1111/j.1398-9995.2009.02244.x. PMID 19912154.CS1 maint: multiple names: authors list (link)
  17. Manniche L. (1999). Sacred luxuries: fragrance, aromatherapy, and cosmetics in ancient Egypt. Cornell University Press. પૃષ્ઠ 49. ISBN 978-0-8014-3720-5.Check date values in: 1999 (help)
  18. Murray, John F. (2010). "Ch. 38 Asthma". માં Mason, Robert J.; Murray, John F.; Broaddus, V. Courtney; Nadel, Jay A.; Martin, Thomas R.; King, Jr., Talmadge E.; Schraufnagel, Dean E. (સંપાદકો). Murray and Nadel's textbook of respiratory medicine (5th આવૃત્તિ). Elsevier. ISBN 1-4160-4710-7.Check date values in: 2010 (help)

નોંધો