કાલિદાસ

કાલિદાસ
"મેઘદૂત" લખી રહેલા કાલિદાસ
"મેઘદૂત" લખી રહેલા કાલિદાસ
મૃત્યુગુપ્ત સામ્રાજ્ય, કદાચ ઉજ્જૈન અથવા શ્રીલંકા
વ્યવસાયનાટ્યકાર અને કવિ
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોઆશરે ઇ.પૂ. ૧લીથી ઇસ. ૫મી સદી
લેખન પ્રકારસંસ્કૃત નાટકો, શાસ્ત્રીય સાહિત્ય
વિષયમહા કાવ્ય, હિંદુ પુરાણો
નોંધપાત્ર સર્જનોઅભિજ્ઞાનશાંકુતલમ્, રઘુવંશમ્, મેઘદૂત, વિક્રમોર્વશીય, કુમારસંભવ
રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર મહાકવિ કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમના એક દૃશ્યમાં શકુંતલાનું નિરૂપણ કરે છે.

કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લીથી ઇસ. ૫મી સદી વચ્ચે થઈ ગયા.[]

જીવન

કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા, પરંતુ કહેવાય છે કે પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસનાં લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેણી તેની સાથે વિવાહ કરશે. જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે. વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઈ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહી. કાલિદાસે સાચા હૃદયથી કાળકા માતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.

રચનાઓ

  • મેઘદુતમ્
  • અભિજ્ઞાનશાકુંતલમ્
  • વિક્રમોર્વર્શીયમ્
  • માલવિકાગ્નિમિત્રમ્
  • રઘુવંશમ્
  • કુમાર સમ્ભવમ્
  • ઋતુસંહારમ્

બાહ્ય કડીઓ

સંદર્ભો

  1. मेघदूतम्, चौखम्बा सुरभारती ग्रन्थमाला, व्याख्याकार - डॉ. दयाशङ्कर शास्त्री, पृ. ८