ચંદ્રપૂર જિલ્લો

ચંદ્રપૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ચંદ્રપૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે. અગાઉ આ જિલ્લો ચંદા જિલ્લાના નામે ઓળખાતો હતો, પણ ઇ. સ. ૧૯૬૪માં તેનું નામ ચંદ્રપુર જિલ્લો પાડવામાં આવ્યું હતું. આ જિલ્લો ભારતમાં સૌથી મોટો જિલ્લો હતો, પરંતુ આ જિલ્લામાંથી વિભાજન કરીને ગડચિરોલી જિલ્લો અલગ કરવામાં આવ્યો ત્યારથી આ વિશેષતા ભુતકાળ બની ગઇ છે.

ચંદ્રપુર જિલ્લાની ઉત્તર દિશામાં નાગપૂર જિલ્લો, ભંડારા જિલ્લો તેમ જ વર્ધા જિલ્લો, પશ્ચિમ દિશામાં યવતમાળ જિલ્લો, પૂર્વ દિશામાં ગડચિરોલી જિલ્લો અને દક્ષિણ દિશામાં આંધ્ર પ્રદેશ રાજયનો અદિલાબાદ જિલ્લો આવેલા છે. આ જિલ્લામાંથી વૈનગંગા તેમ જ વર્ધા નદી પસાર થાય છે. આ નદીઓ વડે જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ દિશાઓની સરહદો બનેલી છે. આ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ખરીફ), કપાસ, સોયાબીન, ઘઉં, તુવર, મગ, અડદ અને મરચાંના પાકોની ખેતી કરવામાં આવે છે.

ચંદ્રપૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

ચંદ્રપૂર જિલ્લાના તાલુકાઓ

બાહ્ય કડીઓ