પુરુષ

પુરુષ
મહાત્મા ગાંધી, આર્યભટ્ટ, કન્ફ્યુશિયશ, પ્લેટો, આઈન્સ્ટાઈન, હાફેઝ, ડેવિડ, બાન-કિ-મૂન વગેરે.

નર જાતીના મનુષ્યને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરો અને તરુણ અવસ્થામાં તરુણ કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરનાં મનુષ્ય નરને "પુરુષ" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘પુરુષ અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.

પુરુષ સુંદરતાનું પશ્ચિમી પ્રતિક, માઈકલ ઍંજેલોની કૃત્તિ, ડેવિડ.

અન્ય મોટાભાગના નરની જેમ, પુરુષોમાં પણ X રંગસૂત્ર માતા તરફથી અને Y રંગસૂત્ર પિતા તરફથી વારસામાં મળે છે. પુરુષભ્રૂણમાં સ્ત્રીભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં પુરુષ અંત:સ્ત્રાવ (androgen) ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી અંતઃસ્ત્રાવ (estrogen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત પુરુષને સ્ત્રી કરતા અલગ બનાવે છે.

જૈવિક સંજ્ઞા

ખગોળશાસ્ત્રમાં મંગળના ગ્રહ માટે વપરાતી સંજ્ઞા જીવવિજ્ઞાનમાં પુરુષ માટે પણ વપરાય છે.