કાબુલ નદી
કાબુલ નદી (પશ્તો: کابل سیند, કાબુલ મોકલવા; ફારસી: دریای کابل, દરિયા-ઈ-કાબુલ; અંગ્રેજી: કાબુલ નદી) એક ७०० કિમી લાંબી નદી છે, જે અફઘાનિસ્તાનમાં આવેલા હિન્દૂ કુશ પર્વતો સાથે સંકળાયેલ હારમાળાઓમાંથી શરૂ થાય છે અને પાકિસ્તાનના અટક શહેર નજીક સિંધુ નદીમાં મળી જાય છે. કાબુલ નદી પૂર્વીય અફઘાનિસ્તાનની મુખ્ય નદી છે અને તેના સ્ત્રાવ વિસ્તારને ઉનાઈ ઘાટ વડે હેલમંદ નદીના સ્ત્રાવ વિસ્તાર સાથે અલગ કરે છે. તે અફઘાનિસ્તાનમાં કાબુલ, ચહારબાગ અને જલાલાબાદ શહેરોમાંથી પસાર થઈ છેલ્લે તોરખમથી ૨૫ કિ. મી. ઉત્તરમાં સરહદ પાર કરી પાકિસ્તાનમાં પ્રવેશે છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને આસપાસના કાબુલ પ્રાંતનાં નામ નદી પરથી પડેલ છે.[૧]
ઉપનદીઓ
કાબુલ નદીને ઘણી ઉપનદીઓ છે, જેમાં લોગર નદી, પંજશીર નદી, કુનર નદી, અલીંગાર નદી, વાડા નદી અને સ્વાત નદીનો સમાવેશ થાય છે. વર્ષમાં સૌથી વધુ સમયમાં કાબુલ નદીમાં પ્રવાહ ઓછો રહે છે, પરંતુ આ ઊનાળામાં હિન્દૂ-કુશ પર્વતોનો બરફ પીગળવાથી તે વહેવા લાગે છે. કુનર નદી તેની સૌથી મોટી ઉપનદી છે અને તે પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનવા રાજ્યના ચિત્રાલ જિલ્લામાં સ્થિત ચિયાંતર હિમનદી (ગ્લેશિયર)થી શરૂ થાય છે અને પછી દક્ષિણ તરફ વહેતી અફઘાનિસ્તાનમાં જાય છે. જ્યાં તે નૂરિસ્તાન થી આવતી બાશ્ગલ નદીને મળે છે. જલાલાબાદમાં કુનર નદી અને કાબુલ નદીનો સંગમ થાય છે. તેમ છતાં કુનરનું જળ કાબુલ નદી કરતાં અધિક હોય છે. છતાં પણ આગળ આ નદી, કાબુલ નદી તરીકે ઓળખાય છે કારણ કે 'કાબુલ' નામની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાજકીય મહત્વ વધુ છે.[૨][૩]
બંધ
કાબુલ નદી પર ઘણા બંધ બાંધવામાં આવેલ છે. કાબુલ પ્રાંતમાં નગલુ બંધ, નંગરહાર પ્રાંતમાં દરુન્તા બંધ અને કાબુલ શહેરથી પૂર્વમાં સ્થિત થયેલ સરોબી બંધનો આમાં સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં પેશાવરથી ૨૦ કિ. મી. ઉત્તરપશ્ચિમમાં સ્થિત વરસક બંધ પણ આ નદી પરનો મુખ્ય બંધ છે.
ઈતિહાસમાં
ઇતિહાસમાં કાબુલ નદીનો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે.
સંસ્કૃત અને અવસ્ત ભાષાઓ
સંસ્કૃત અને પ્રાચીન અવસ્ત ભાષામાં આ નદીને 'કુભા' કહેવાતી હતી, જે પછીથી 'કાબુલ'માં બદલાઈ હતી. આ 'કુભા' શબ્દનો સ્ત્રોત ખબર નથી, પરંતુ ૧૯મી સદીના બ્રિટિશ ઇતિહાસકાર Aleksander kingham (એલેક્ઝાન્ડર કનિંગહામ) અનુસાર આ સ્કિથી ભાષાના 'કુ' શબ્દ પરથી આવેલ છે, જેનો અર્થ થાય છે 'પાણી'. આ વિષયમાં જણાવ્યું છે કે -
कुभा आधुनिक काबुल नदी थी जो अटक से ज़रा उत्तर में सिन्धु में विलय होती है और उस से पहले प्रांग में अपनी स्वात (सुवस्तु) और गौरी उपनदियों से जल लेती है।[૪]
ऋग्वेद के पुराने हिस्सों में भारतीय लोग भारत की पश्चिमोत्तरी सरहद पर बसे हुए मिलते हैं, यानि पंजाब क्षेत्र में और पंजाब से भी आगे कुभा नदी की सीमा पर काबुल में। इन लोगों का इस स्थान से पूर्व की तरफ़ सरस्वती नदी से पार और हिंदुस्तान में गंगा नदी तक फैलना चरण-चरण पर वेदों की बाद की लिखाईयों में देखा जा सकता है।[૫]
સિકંદરનું આક્રમણ
પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર એરિયન (Arrian) તેના 'સિકંદર કા મહાન અભિયાન ઔર ઈરાન પર કબ્જે કા ઇતિહાસ' નામક ઇતિહાસ-ગ્રંથમાં કાબુલ નદીને 'કોફેન' (Cophen) નામ આપવામાં આવ્યું હતું.[૬] તેના પર આધારિત અન્ય યુરોપિયન લેખકો દ્વારા આ નદીને 'કોફેસ' (Cophes) ના નામથી કહેવાનું શરૂ કર્યું હતું.
અલ બિરુની
અરબી લેખક અલ બેરુનીએ કાબુલ નદીને 'ગોરવન્દની નદી' કહ્યું હતું
આ પણ જુઓ
- કુનર નદી
- સ્વાત નદી
- સિન્ધુ નદી
सन्दर्भ
- ↑ Cliffoed Edmund Bosworth, "Kabul". Encyclopaedia of Islam (CD-ROM Edition v. 1.0 ed.). 1999. Leiden, The Netherlands: Koninklijke Brill NV
- ↑ "Kābul River". ब्रिटैनिका. britannica.com. 2012.
- ↑ डगलस डब्ल्यू॰ बरबैंक; रॉबर्ट एस॰ एंडरसन. Tectonic Geomorphology (2 આવૃત્તિ). जॉन वाईले एंड संस. પૃષ્ઠ 258–259. ISBN 1444345036.CS1 maint: multiple names: authors list (link)
- ↑ The History and Culture of the Indian People : The Vedic age. By Ramesh Chandra Majumdar, Achut Dattatrya Pusalker, A. K. Majumdar, Dilip Kumar Ghose, Bharatiya Vidya Bhavan, Vishvanath Govind Dighe Published by Bharatiya Vidya Bhavan, 1962 Page 247, ... The Kubha is the modern Kabul river which flows into the Indus a little above Attock and receives at Prang the joint flow of its tributaries the Swat (Swastu) and Gauri ...
- ↑ Original Sanskrit Texts on the Origin and History of the People of India By John Muir page 352, ... In the older parts of the Rigved the Indian people appear to be settled on the north western border of India, in the Punjab and even beyond the Punjab on the borders of the Kubha river the Kowpher in Kabul. The gradual diffusion of these people from this point towards the east, beyond the Saraswati and Hindustan as far as the Ganges, can be traced almost step by step in the later portions of the Vedic writings ...
- ↑ Arrian's History of the expedition of Alexander the Great: and conquest of Persia, J. Davis, 1813, Page Chronology%20of%20the%20expedition%20of%20Alexander%20the%20Great%20into%20Asia&f=false, Accessed 2009-10-06,... Apr 329 - Cophen River (Kabul River, Afghanistan) ―Gandara ...