ચાંદી
ચાંદી એ એક તત્વ છે જેની સંજ્ઞા Ag અને અણુ ક્રમાંક ૪૭ (લૅટિન: Argentum - આર્જેન્ટમ) છે. આ એક મૃદુ, સફેદ, ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે. ચાંદી પ્રકૃતિમાં તેના શુદ્ધ સ્વરૂપે અને સોનાની ખનિજમાં મિશ્ર ધાતુ તરીકે મળી આવે છે જેમકે આર્જેન્ટાઈટ અને ક્લોરાર્ગીરાઈટ. મોટા ભાગની ચાંદી તાંબુ સોનું, સીસું અને જસત આદિના શુદ્ધિકરણ સમયે આડ પેદાશ તરીકે મળે છે. આજે ચાંદી વિદ્યુત સંપર્કો, વિદ્યુત વાહકો, આરીસા બનાવવા અને રાસાયણિક પ્રક્રીયામાં ઉદ્દીપક તરીકેવપરાય છે. તેના સંયોજનોઇ ફોટોગ્રાફેક ફીલ્મમાં અને સીલ્વર નાઈટ્રેટ જેવા સંયોજનો જીવાણુ નાશક તરીકે થાય છે. જીવાણુ નાશક તરીકેના ચાંદીના વૈદકીય ઉપયોગ નું સ્થાન હવે એન્ટીબાયોટિક્સે લીધું છે પન આ તત્વોના વૈદકીય ઉપયોગ પર સંશોધન ચાલુ છે.. ઘણા લાંબા સમયથી કિમતી ધાતુ તરીકે જાણીતી રહી છે અને તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે.આજ થી ઘણા વષો પહેલા ભારત મા ચાંદી ના સિક્કા નુ ચલણ હતુ,ચાંદી ના દાગીના ભારત મા મુખ્યત્વે ૫૦ થી ૮૫ ટચ ના દાગીના નુ ચલણ છે,