થેલીયમ
થેલીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Tl અને અણુ ક્રમાંક ૮૧ છે. આ એક નરમ રાખોડી ધાતુ છે જે ટીન સમાન હોય છે પણ હવામાં ખુલ્લી રાખતાં તેનો રંગ બદલાઈ જાય છે. બે રસાયણશાસ્ત્રીઓ વિલિયમ ક્રૂક્સ અને ક્લૉડ ઑગસ્ટે લેમી એ ૧૮૬૧માં સ્વતંત્ર રીતે ફ્લેમ એમીશન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા થેલીયમની શોધ કરી હતી. બંને એ આ તત્વ સ્લ્ફ્યૂરીક એસિડ ઉત્પાદન બાદ વધેલા કચરામાંથી શોધી કાઢ્યું.
કુલ ઉત્પાદનનું ૬૦%થી ૭૦% જેટલું થેલીયમ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વપરાય છે અને બાકીનો ભાગ ફાર્માસ્યૂટિકલ્સ અને કાચ ઉદ્યોગમાં વપરાય છે. આનો ઉપયોગ ઈન્ફ્રા રેડ ડિટેક્ટરમાં પણ થાય છે. થેલિયમ એ અત્યંત ઝેરી છે અને તેનો ઉપયોગ ઊંદર મારવાની દવા અને જંતુનાશકો બનાવવા માટે થાય છે. આના ઉપયોગ પર અમુક દેશોએ પ્રતિબંધ મુક્યો છે. આના ખૂન કરવા માટે થનારા ઉપયોગને કારણે આને આર્સેનિક સાથે હુલામણા નામ મળ્યાં છે, જેમકે ઝેર આપનારનું ઝેર અને વારસદારનું ઝેર વગેરે.[૧]
સંદર્ભો
- ↑ Hasan, Heather (2009). The Boron Elements: Boron, Aluminum, Gallium, Indium, Thallium. Rosen Publishing Group. પૃષ્ઠ 14. ISBN 9781435853331.