વાવ એટલે લાંબા પગથિયાંવાળા ભાગથી જોડાયેલા કૂવા. તે સૌથી વધારે પશ્ચિમ ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવનું અસ્તિત્વ સિંધુ સભ્યતાનાધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા શહેરોના જળાશયોની રચનામાં પણ જોઈ શકાય છે. ગુજરાતમાં વાવ નિર્માણની પ્રવૃત્તિઓ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસથી જોઈ શકાય છે. ૧૯મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાની શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાંવાળા કૂવાઓએ તેમનું મહત્વ ગુમાવી દીધું.
સૂર્યોદય સમયે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર. વારંવાર ઇસ્લામિક આક્રાંતાઓના વિધ્વંસ પછી તેનો છેલ્લો જિર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીની દેખરેખ હેઠળ થયો.