જૂન ૯
૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૧મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૨૦૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ઈ.સ. ૫૩ – રોમન સમ્રાટ નીરોએ ક્લાઉડિયા ઓક્ટાવિયા સાથે લગ્ન કર્યા.
- ૧૯૦૦ – ભારતીય રાષ્ટ્રવાદી બિરસા મુંડાનું બ્રિટિશ જેલમાં કોલેરાથી અવસાન થયું.
- ૧૯૩૪ – ગુજરાતી ભાષાના સાંજ દૈનિક અખબાર જન્મભૂમિનું પ્રકાશન શરૂ કરાયું.
- ૧૯૪૮ – યુનેસ્કોના નેજા હેઠળ આર્કાઇવ્સ પર આંતરરાષ્ટ્રીય આર્કાઈવ્સ (અભિલેખાગાર) પરિષદનો પાયો નખાયો.
- ૧૯૮૫ – ડબગરવાડ હત્યાકાંડ, અમદાવાદ ખાતે કોમી રમખાણની એક ઘટના.
- ૧૯૯૮ – કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક આવેલા કંડલા બંદર પર ત્રાટકેલા ભયંકર વાવાઝોડામાં ૧૪૮૫ લોકોના મૃત્યુ થયા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા.
જન્મ
- ૧૬૯૬ – શિવાજી રાજારામ ભોસલે, મરાઠા સામ્રાજ્યના શિશુ છત્રપતિ (અ. ૧૭૨૬)
- ૧૭૮૧ – જ્યૉર્જ સ્ટીવન્સન, રેલવે લોકોમોટિવ એન્જીનના શોધક (અ. ૧૮૪૮)
- ૧૯૩૧ – નંદિની સત્પથી, ભારતીય લેખક અને રાજકારણી, ઓડિશાના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૬)
- ૧૯૩૭ – રામચંદ્ર ગાંધી, ભારતીય દાર્શનિક, (મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર) દેવદાસ ગાંધી અને (રાજાજીની પુત્રી) લક્ષ્મીના પુત્ર (અ. ૨૦૦૭)
- ૧૯૪૭ – કિરણ બેદી: ભારતીય પોલીસ અધિકારી, અન્ના હજારેની ચળવળમાં સાથીદાર
- ૧૯૭૭ – અમિષા પટેલ, ભારતીય અભિનેત્રી
- ૧૯૮૧ – સેલિના જેટલી, ભારતીય અભિનેત્રી
- ૧૯૮૫ – સોનમ કપૂર, ભારતીય અભિનેત્રી
અવસાન
- ૧૭૧૬ – બંદા સિંહ બહાદુર, શીખ યોદ્ધા અને ખાલસા સેનાના કમાન્ડર (જ. ૧૬૭૦)
- ૧૯૦૦ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ અને લાઠીના રાજવી (જ. ૧૮૭૪)
- ૧૯૦૦ – બિરસા મુંડા, ભારતીય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, ધાર્મિક નેતા અને મુંડા જનજાતિના લોકનાયક (જ. ૧૮૭૫)
- ૧૯૩૬ – અબ્બાસ તૈયબજી, ભારતીય સ્વાંતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના એક સહયોગી (જ. ૧૮૫૪)
- ૧૯૯૯ – સૌરભ કાલિયા, કારગિલ યુદ્ધ દરમિયાન શહિદ થયેલા ભારતીય સેનાના અધિકારી (જ. ૧૯૭૬)
- ૨૦૧૧ – એમ એફ હુસૈન, ભારતીય ચિત્રકાર અને દિગ્દર્શક (જ. ૧૯૧૫)