માર્ચ ૪
૪ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૪૧૧ – અમદાવાદ શહેરને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવવામાં આવી.
- ૧૮૮૨ – બ્રિટનની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ પૂર્વ લંડનમાં શરૂ કરવામાં આવી.
- ૧૯૩૩ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ યુનાઇટેડ સ્ટેટ્સના ૩૨મા રાષ્ટ્રપતિ બન્યા.
- ૧૯૮૦ – રાષ્ટ્રવાદી નેતા રોબર્ટ મુગાબે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા.
- ૧૯૮૫ – ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રએ એચઆઇવી ચેપ માટેના રક્ત પરીક્ષણને મંજૂરી આપી.
જન્મ
- ૧૫૧૯ – હિંદલ મિર્ઝા, મોગલ બાદશાહ (અ. ૧૫૫૧)
- ૧૯૨૧ – ફણીશ્વરનાથ રેણુ, હિન્દી ભાષાના સાહિત્યકાર (અ. ૧૯૭૭)
- ૧૯૨૨ – દીના પાઠક, હિંદી ચલચિત્ર અભિનેત્રી અને દિગ્દર્શક (અ. ૨૦૦૨)
- ૧૯૮૦ – રોહન બોપન્ના, ભારતીય ટેનિસ ખેલાડી
અવસાન
- ૧૯૩૯ – લાલા હરદયાળ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી (જ. ૧૮૮૪)
- ૧૯૩૯ – પિંગળશી પાતાભાઈ ગઢવી, ભાવનગર રજવાડા સમયના રાજકવિ (જ. ?)
- ૨૦૧૬ – પી.એ. સંગમા, ભારતીય વકીલ અને રાજકારણી, લોકસભાના સ્પીકર (જ. ૧૯૪૭)
તહેવારો અને ઉજવણીઓ
- રાષ્ટ્રીય સુરક્ષા દિવસ (ભારત)
- વિશ્વ સ્થૂળતા દિવસ
બાહ્ય કડીઓ
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.