મે ૧૮
૧૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૪૯૮ – વાસ્કો દ ગામા (Vasco da Gama) ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો.
- ૧૮૦૪ – ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparteને શહેનશાહ ઘોષિત કર્યો.
- ૧૮૬૦ – અબ્રાહમ લિંકને વિલિયમ એચ. સેવર્ડ સામે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદનું નામાંકન જીત્યું, જે પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા હતા.
- ૧૮૯૭ – ડ્રાક્યુલા (Dracula), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.
- ૧૯૧૦ – પૃથ્વી હેલિના ધૂમકેતુ (Comet Halley)ની પૂંછડીમાંથી પસાર થઇ.
- ૧૯૧૨ – દાદાસાહેબ તોરણેની પ્રથમ ભારતીય ફિલ્મ શ્રી પુંડલિક મુંબઈમાં રિલીઝ થઈ.
- ૧૯૫૮ – 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો. (F-104 Starfighter)
- ૧૯૬૯ – 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૪ – અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ (Smiling Buddha) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેના પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠ્ઠું રાષ્ટ્ર બન્યું.
- ૧૯૯૦ – ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો.
- ૨૦૦૫ – હબલ સ્પેસ ટેલિસ્કોપનો બીજો ફોટો પ્લુટોના બે વધારાના ચંદ્ર ‘નિક્સ’ અને ‘હાઇડ્રા’ની પુષ્ટિ કરી.
- ૨૦૦૬ – નેપાળમાં લોકતંત્ર આંદોલન બાદ સરકારે રાજાશાહી ખતમ કરી નેપાળને બિનસાંપ્રદાયિક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો.
- ૨૦૦૯ – વેલુપિલ્લઇ પ્રભાકરન (Velupillai Prabhakaran) મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.
- ૨૦૦૯ - 'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સૂચકાંક (સેન્સેક્ષ) ભારે તેજીને પગલે ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો એકજ દિવસનો આ સૌથી મોટો વધારો ગણાયો.
જન્મ
- ૧૦૪૮ – ઉમર ખય્યામ, પર્શિયન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને કવિ (અ. ૧૧૩૧)
- ૧૬૮૨ – શાહુ ભોંસલે, પાંચમા મરાઠા છત્રપતિ (અ. ૧૭૪૯)
- ૧૮૭૨ – બર્ટ્રાન્ડ રસેલ, બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક (અ. ૧૯૭૦)
- ૧૮૮૫ – હરગોવિંદ પંત, સ્વાતંત્ર્ય સેનાની અને કુમાઉ પરિષદ રાજકીય જૂથ (૧૯૧૫)ના સ્થાપક (અ. ૧૯૫૭)
- ૧૯૨૬ – નિરંજન ભગત, ગુજરાતી કવિ (અ. ૨૦૧૮)
- ૧૯૩૩ – એચ. ડી. દેવેગૌડા, ભારતના ૧૧મા વડાપ્રધાન
- ૧૯૩૬ – આદિલ મન્સુરી, ગુજરાતી ગઝલકાર, કવિ, નાટ્યકાર (અ. ૨૦૦૮)
- ૧૯૮૦ – અલી ઝફર, પાકિસ્તાની ગાયક, ગીતકાર, ચિત્રકાર અને અભિનેતા
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day)
- વિશ્વ એઇડ્સ રસી દિન (World AIDS Vaccine Day)
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર May 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.